જર્મનીના મ્યુનિકમાં આયોજિત ડિફેન્સ ઈન્વેસ્ટર સમિટ 2026માં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય અને જર્મન રક્ષા ઉદ્યોગના ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમ 23 એપ્રિલે બવેરિયન હોફ ખાતે યોજાયો. સંબોધન દરમિયાન રાજનાથ સિંહે ભારતના રક્ષા ક્ષેત્રમાં રહેલી વિશાળ સંભાવનાઓ અને ઝડપી વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.













