- તિબેટમાં 30 સ્થળોના નામ બદલવાની મંજૂરી
- મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આપી મંજૂરી
- પ્રાદેશિક દાવાઓને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય
ભારત ચીનને જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી ચૂંટાયેલી NDA સરકારે તિબેટમાં 30 સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ચીને એપ્રિલમાં અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાના જવાબમાં આવ્યું છે, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો.
તિબેટમાં 30 સ્થળોના નામ બદલવાની મંજૂરી
ભારત સરકારે તિબેટમાં 30 સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. આ યાદીમાં 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પર્વતીય પાસ અને જમીનનો એક ટુકડો સામેલ છે. આ નામ માત્ર તિબેટ ક્ષેત્રના આધારે રાખવામાં આવશે.
દેશનો અભિન્ન અને અવિભાજ્ય અંગ
ચીનના વારંવારના દાવા છતાં ભારતે અરુણાચલ પ્રદેશને દેશનો અભિન્ન અને અવિભાજ્ય અંગ ગણાવ્યો હતો. જેને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નામ બદલી કાઢવાથી રાખવાથી આ વાસ્તવિકતા બદલાતી નથી. હવે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારતનો ઉદ્દેશ્ય તિબેટમાં સ્થિત સ્થળોને તેના નામ આપીને તેના પ્રાદેશિક દાવાઓને મજબૂત કરવાનો છે.
આતંકવાદના વર્ષો જૂના મુદ્દાનું સમાધાન
લોકસભાની ચુંટણીના પરિણામો બાદ હવે ફરીવાર એસ.જયશંકરને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. ત્યારે પદ સંભાળ્યા બાદ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન અને ચીનની વાત છે તો તે દેશો સાથેના અમારા સંબંધો અલગ છે અને ત્યાંની સમસ્યાઓ પણ અલગ છે.