ઓલ ઇન્ડિયા મજલિસ-એ ઇતેહાદુસ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસુદુદ્દીન ઓવૈસીએ શનિવારે પાકિસ્તાન પર આતંકવાદને લઇને બેવડા વલણને લઇને આકરા પ્રહાર કર્યા છે. ઓવૈસીએ પાકિસ્તાનના આતંકવાદને ઉદાહરણ આપી સમજાવ્યુ કે પાકિસ્તાન કેટલી હદે આતંકવાદને સહારો આપી રહ્યુ છે. ઓવૈસીએ કહ્યુ કે કુખ્યાત આતંકવાદી જેલમાં હોવા છતા ત્યાંથી શાસન ચલાવી રહ્યો છે આનાથી વધારે બીજી સાબીતી શું હોય કે પાકિસ્તાન આતંકવાદને ફેલાવી રહ્યુ છે. જેલમાં રહીને આતંકવાદી લખવીની તાકાત વધી અને તે બધાનો બાપ બની બેઠો છે.
સાંસદ અસુદુદ્દીન ઓવૈસીએ સંસદીય પ્રિતિનિધિમંડળમાં ભાગ લેતા હાલ અલ્જેરિયામાં છે
સાંસદ અસુદુદ્દીન ઓવૈસીએ સંસદીય પ્રિતિનિધિમંડળમાં ભાગ લેતા હાલ અલ્જેરિયામાં છે અને દુનિયા સમક્ષ પાકિસ્તાનને ખુલ્લુ પાડી રહ્યા છે. શનિવારે ભારતીય સમુદાયને સંબોધિત કરતા
અસુદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર આકરા ચાબખા વિંઝ્યા હતા અને જણાવ્યુ હતુ કે ઇસ્લામાબાદમાં આતંકીઓને પનાહ સહારો મળી રહ્યો છે. જે દક્ષિણ એશિયામાં અસ્થિરતા ફેલાવી રહ્યુ છે.
જેલમાં સૌનો બાપ બની બેઠો આતંકવાદી લખવી
અસુદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે આતંકવાદી જકીઉર રહમાન લખવીને લઇને પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ છે. જકીઉર રહમાન લખવી નામનો કુખ્યાત આતંકી જે દુનિયામાં આતંકવાદને ફેલાવવામાં મોખરે છે તે જેલમાં બેઠો બેઠો એક પુત્રનો બાપ બની ગયો આ કેવી રીતે શક્ય બન્યુજ્યારે પાકિસ્તાને ગ્રે લિસ્ટમાં નાંખ્યો તો કેસ તરત જ આગળ વધી ગયો. આતંકવાદને લઇને થોડીવાર માટે પાકિસ્તાન પર દબાણ બન્યુ હતુ ફરી ત્યાંના ત્યા જ આવીને ઉભા છીએ.
પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દો
આતંકવાદને આ રીતે પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં નાંખી દો, આતંકવાદની ઘટનાઓ ઓછી થઇ જશે. FATF એક એવી સંસ્થા છે જે આતંકવાદને પોષણ આપતા દેશો પર આકરી નજર રાખે છે.
ફક્ત દક્ષિણ એશિયાનો આ મામલો નથી આપણે દુનિયાની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. આવી જ સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં શું થશે? શુ આપણે રાહ જોવી જોઉએ કે ભારતમાં જે આતંકવાદની ઘટના બની ફરી તે બીજા કોઇ દેશમાં બને ક્યાં સુધી આપણે આ રીતે રાહ જોઇને બેસી રહીશુ? પાકિસ્તાનને નાથવુ જરૂરી છે તેના પર ગાળીયો કસવાનો હવે સમય આવી ગયો છે.