ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસસ્તાન હચમચી ગયું છે. ભારતીય સેનાએ ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કરીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી આતંકવાદને મોટો ફટકો આપ્યો છે પહલગામના બૈસરનઘાટીમાં આતંકીઓએ નિર્દોષ પ્રવાસીઓને ઠાર કર્યા હતા. આ ઘટનાના બરાબર 15 દિવસ પછી, ભારતે પહલગામ હુમલાનો પાકિસ્તાન પાસેથી બદલો લીધો છે.


ઓપરેશન સિંદૂરની દુનિયામાં ચર્ચા 

આજે વિશ્વભરના લોકો અને ખાસ કરીને પાકિસ્તાનીઓમાં ભારતના ઓપરેશન સિંદૂરને ચર્ચા થઈ રહી છે. આ કાર્યવાહી બાદ ગુગલ પર ઓપરેશન સિંદૂર સૌથી વધુ સર્ચમાં બતાવે છે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન થથરી ગયું છે. આજે સોશિયલ મીડિયામાં સિંદૂરને લઈને મિમ બની રહ્યા છે. કેટલાક લોકો અભિનેત્રી દિપીકા પાદુકોણનો ડાયલોગ ફરી રી-રીપીટ કરતા લખે છે કે એક સિંદૂર કી કિમંત અબ તુમ્હે સમજ આયી પાકિસ્તાન. એક શખ્સ લખે છે કે ચપટી લાલ સિંદૂરે આતંકીવાદીઓના કાળા મનસૂબા પર પાણી ફેરવ્યું.  ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનીઓને પણ હવે ખબર પડી કે એક ચપટી સિંદૂર કેટલું મોઘું પડ્યું. પાકિસ્તાનીઓને ભારતીય મહિલાઓના સિંદૂરની કિમંત સમજમાં આવી હશે. ભારતીય મહિલાઓના જીવનમાં આખરે કેમ આ લાલ સિંદૂર આટલું મહત્વનું છે. ઓપરેશન સિંદૂર બાદ હવે પાકિસ્તાનીઓ પણ 'સિંદૂર'ને યાદ રાખશે આ તેમના આખા જીવનનો મોટો પાઠ બની રહેશે. 

જણાવી દઈએ કે દિપીકાએ એક ફિલ્મમાં ડાયલોગ બોલ્યો હતો કે 'એક ચપટી સિંદૂર કી કિમંત તુમ કયા જાનો મહેશ બાબુ, સિંદૂર મહિલાઓ કી શાન હૈ' આજે સેનાના સફળ ઓપરેશન બાદ લોકો જુદા-જુદા મીમ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. તો કોઈક લખે છે કે આ નવું ભારત છે જે વાત ઓછી કરે છે અને ઘરમા ઘૂસીને મારે છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલા કરાયા તેમાં મોટાભાગના પુરુષો હતા. આતંકવાદીઓએ ફક્ત પુરુષોને જ નિશાન બનાવતા મહિલાઓએ પોતાનો સુહાગ ગુમાવતા આખરે ભારતે જવાબમાં કાર્યવાહી કરતા આ સ્ટ્રાઈકનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું.

પાકિસ્તાનને ચેતવણી

પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે આ ફક્ત એક માપેલ હુમલો છે. મતલબ કે ફક્ત આતંકવાદી છાવણીઓ જ તોડી પાડવામાં આવી છે. જો પાકિસ્તાન આતંકવાદ પર કાબુ નહીં લે અને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી બંધ ન કરે તો આવા હવાઈ હુમલા માટે તૈયાર રહે.  ભારતની ત્રણેય સેનાએ સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી દુનિયાને સાબિત કરી દીધું હતું કે શાંતિદૂતનો સંદેશ આપતું ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે છે. આજે દેશભરમાં ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ છે. સામાન્ય નાગરિકોની સાથે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ હાથમાં ત્રિરંગો લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. લોકોએ ફટાકડા ફોડ્યા, મીઠાઈઓ વહેંચી અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા.

ભારતે 1917માં યુદ્ધ કરી બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું

1917ના યુદ્ધ દરમિયાન પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. હવે, પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, બહાદુર ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, સેનાએ LoC ની અંદર લગભગ 100 કિલોમીટર અંદર પ્રવેશ કર્યો છે અને આતંકવાદીઓને ઠાર માર્યા છે. પાકિસ્તાની સરહદમાં આટલા ઊંડે સુધી ઘૂસીને કરવામાં આવેલી આ પહેલી કાર્યવાહી છે. તમને યાદ હશે કે ભારતીય સેનાએ અગાઉ બાલાકોટમાં પણ સ્ટ્રાઈક કરી હતી. વર્ષ 2019 માં, તે હવાઈ હુમલો પણ પાકિસ્તાનની અંદર લગભગ 60 કિલોમીટર અંદર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. 

 ભારતની સર્જીકલ સ્ટ્રાઈખનું નામ કેમ ઓપરેશન સિંદૂર આપ્યું તેને લઈને દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. હવે લોકો સિંદૂર એટલે શું તેનો અર્થ શોધી રહ્યા છે.

  • Follow us on: