- સંસદનુ ચોમાસુ સત્ર 3 દિવસ વહેલા પૂર્ણ
- લોકસભા સ્પીકર મળ્યા તમામ પાર્ટીના નેતાઓને
- આ દરમિયાન પીએમ મોદીને મળ્યા રાહુલ ગાંધી
ગયા મહિને 22 જુલાઇથી શરૂ થયેલા સત્રની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા બાદ એક બેઠક મળી. આ એક ઔપચારિક બેઠક હતી. જેમાં પીએમ મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકબીજાનું અભિવાદન ઝીલ્યુ હતું. બંનેએ એકબીજાને નમસ્તે કર્યુ. ચાય પે ચર્ચા દરમિયાન રાહુલગાંધીએ રાજનાથ સિંહને યુક્રેનની સ્થિતિ વિશે જાણકારી મેળવી. રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત આ મામલે નજર રાખી રહ્યું છે.
ચાય પે ચર્ચામાં કોણ રહ્યું હાજર ?
સંસદ સત્ર સ્થગિત થયા બાદ અનૌપચારિક બેઠકમાં PM નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, પીયૂષ ગોયલ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, એલજેપી નેતા ચિરાગ પાસવાન, શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ અને અન્ય લોકો હાજર રહ્યા હતા.
3 દિવસ વહેલુ ચોમાસુ સત્ર પુર્ણ
મહત્વનું છે કે સંસદ સત્ર 12 ઑગષ્ટે પૂર્ણ થવાનું હતું પરંતુ આ સત્રની કાર્યવાહી 3 દિવસ પહેલા એટલે કે 9 ઑગષ્ટે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન લોકસભા સ્પીકરે સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવામાં સહકાર આપવા બદલ પીએમ મોદી, સંસદીય બાબતોના મંત્રીઓ, વિરોધ પક્ષના નેતા, વિવિધ પક્ષોના નેતાઓ અને સાંસદોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.