• નીટ મુદ્દા પર બોલવા પર રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું

  • વિપક્ષના નેતાનું માઈક બંધ કરવું શરમજનક
  • દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે દેશમાં સતત થઈ રહેલા પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું. નીટ મુદ્દા પર બોલવા પર રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. તેની પર કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ આરોપ લગાવ્યો છે, હુડ્ડાએ કહ્યું કે નીટ પર ચર્ચાની માગ દરમિયાન રાહુલનું માઈક બંધ કરવામાં આવ્યું. વિપક્ષના નેતાનું માઈક બંધ કરવું શરમજનક છે. સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા નથી, રાહુલ ગાંધીને એક મિનિટ પણ બોલવા દેવામાં ના આવ્યા.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જવાબદારીમાંથી ભાગી રહ્યા છે: દીપેન્દ્ર સિંહ હુડ્ડા

દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે દેશમાં સતત થઈ રહેલા પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. સૌથી વધારે પેપર લીકના કેસ હરિયાણામાં જોવા મળ્યો છે. નીટ પરીક્ષામાં પેપર લીક થયું હતું અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જવાબદારીમાંથી ભાગી રહ્યા છે. તેમને કહ્યું કે જ્યારે આ મુદ્દાને ગૃહમાં ઉઠાવવામાં આવ્યો તો માઈક સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યું. જો વિપક્ષના નેતાનું માઈક બંધ કરી દેવામાં આવે તો તેને લઈ અન્ય સાંસદો ગુસ્સે તો થશે. અમે માગ કરીએ છીએ કે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે.

NEET પર ચર્ચાની માંગને લઈને હોબાળો

આજે સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ NEETના મુદ્દે ગૃહમાં હંગામો થયો હતો. થોડા સમય બાદ લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે ફરીથી તે જ વાત થવા લાગી. વિરોધ પક્ષોએ પહેલા NEET પર ચર્ચાની માંગણી શરૂ કરી. આ પછી લોકસભાની કાર્યવાહી ફરી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

  • Follow us on: