- અખિલેશ યાદવે લોકસભામાં ચર્ચામાં લીધો ભાગ
- રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં લીધો ભાગ
- ઇવીએમ, અયોધ્યા અને અગ્નિવીર યોજનાને લઇને આપ્યા નિવેદન
18મી લોકસભાની રચના બાદ સંસદના પ્રથમ સત્રની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સંસદના બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે પીએમ મોદી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં લોકસભામાં ભાષણ કરશે. ત્યારે આજે લોકસભામાં અખિલેશ યાદવે ચર્ચા કરી હતી. તેમણે અગ્નિવીર, અયોધ્યા અને ઇવીએમ સહિત વિવિધ મુદ્દે સરકારને સવાલો કર્યા હતા.
અગ્નિવીર યોજના ખતમ કરીશું- અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો. લોકસભામાં અખિલેશનું સંબોધન કર્યુ હતું. અખિલેશ યાદવે અગ્નિવીર યોજનાનો વિરોધ કરતા લોકસભામાં કહ્યું કે અગ્નિવીર યોજના દ્વારા દેશની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. દેશની સુરક્ષા સાથે રમત રમાઈ રહી છે. જ્યારે પણ અમારી ભારત ગઠબંધન સરકાર સત્તામાં આવશે, અમે અગ્નિવીર યોજનાને ખતમ કરીશું.
EVM પર ભરોસો નથી: અખિલેશ યાદવ
ઈવીએમ પર અખિલેશ યાદવે કહ્યું કે ઈવીએમનો મુદ્દો રહેશે. આ મુદ્દો ન તો મર્યો છે અને ન તો મરશે. અમે પહેલા પણ માનતા ન હતા અને હવે પણ માનતા નથી. જો અમે યુપીમાં 80માંથી 80 સીટો જીતી જઇશું તો પણ ઈવીએમ પર મને ભરોસો નહીં. EVM દ્વારા જીત મેળવીને EVM દૂર કરાશે. અમે સમાજવાદી ઈવીએમ માટે સંઘર્ષ ચાલુ રાખીશું.