• PM મોદીએ ઓડિશાના CM નવીન પટનાયકને લઈને મોટો દાવો
  • "આજકાલ નવીન બાબુના તમામ શુભેચ્છકો ખૂબ જ ચિંતિત"
  • " છેલ્લા એક વર્ષમાં નવીન બાબુની તબિયત કેવી રીતે બગડી ગઈ તે ચિંતાનો વિષય"

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે PM મોદી ઓડિશાના મયુરભંજ પહોંચ્યા હતા . આ દરમિયાન PM મોદીએ ઓડિશાના CM નવીન પટનાયકને લઈને મોટો દાવો કર્યો હતો. PM મોદીએ કહ્યું, જે લોકો લાંબા સમયથી નવીન બાબુની નજીક હતા તેઓ માને છે કે તેમની બગડતી તબિયત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.

PM મોદીએ ઓડિશાના CM નવીન પટનાયકને લઈને મોટો દાવો

PM મોદીએ કહ્યું, આજકાલ નવીન બાબુના તમામ શુભેચ્છકો ખૂબ જ ચિંતિત છે. તેઓ એ જોઈને પરેશાન છે કે છેલ્લા એક વર્ષમાં નવીન બાબુની તબિયત કેવી રીતે બગડી ગઈ છે. વર્ષોથી, જ્યારે પણ નવીન બાબુના નજીકના લોકો મને મળે છે, તેઓ ચોક્કસપણે નવીન બાબુના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરે છે. તેઓ કહે છે કે નવીન બાબુ હવે પોતાની મેળે કંઈ કરી શકવા સક્ષમ નથી. લાંબા સમયથી નવીન બાબુની નજીક રહેલા લોકોનું માનવું છે કે તેમની બગડતી તબિયત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.

ષડયંત્રની તપાસ થવી જોઈએ - PM

PM મોદીએ કહ્યું, સવાલ એ છે કે નવીન બાબુની ખરાબ તબિયત પાછળ કોઈ ષડયંત્ર છે? આ ઓડિશાના લોકોનો જાણવાનો અધિકાર છે. નવીન બાબુના નામે પડદા પાછળ ઓડિશામાં સત્તા ભોગવતી લોબીની કોઈ સંડોવણી છે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવવો જરૂરી છે. તેથી, 10 જૂન પછી ઓડિશામાં ભાજપની સરકાર બન્યા પછી, અમારી સરકાર એક વિશેષ સમિતિની રચના કરશે અને નવીન બાબુની તબિયત અચાનક કેમ બગડી રહી છે તેની તપાસ કરશે.

PM મોદીએ કહ્યું, એ નિશ્ચિત છે કે દેશમાં ત્રીજી વખત મજબૂત મોદી સરકાર બનશે. દેશમાં 5 દાયકા બાદ સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. જે વિકાસ લોકોએ દાયકાઓમાં જોયો ન હતો, તે છેલ્લા 10 વર્ષમાં જોવા મળ્યો છે. મહિલાઓ ધુમાડાથી મુક્ત બની છે. ઓડિશાએ પણ બીજેડીના 25 વર્ષના શાસનને પૂર્ણવિરામ આપવાનો નિર્ણય લીધો છે. 

  • Follow us on: