- વડાપ્રધાન મોદી પહોંચ્યા જમ્મૂ કાશ્મીર
- અન્ય દેશો ભારતને પ્રાથમિકતા આપે છે: PM મોદી
- દેશવાસીઓએ સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. પીએમ મોદીએ શ્રીનગરમાં 'યુવા સશક્તિકરણ, જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન' કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરને લગભગ 3300 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી. આ સાથે 2000થી વધુ લોકોને સરકારી સેવાઓ માટે નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા. વડાપ્રધાન મોદી આવતીકાલે SKICC, શ્રીનગર ખાતે યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કરશે.
જમ્મુ-કાશ્મીર સાથે મારો અતૂટ સંબંધ: PM
ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર સાથે તેમનો અતૂટ સંબંધ છે. દેશની જનતાએ તેમની સરકારને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે.પીએમે વધુમાં કહ્યું કે ત્રણ વખત સરકારની રચનાની વૈશ્વિક અસર ખૂબ મોટી છે. આ દેશને જોવાની રીત બદલી નાખે છે. આ કારણે અન્ય દેશો ભારતને પ્રાથમિકતા આપે છે.
લોકોને હવે વિલંબ પસંદ નથી
પીએમ મોદીએ કહ્યું, 'લોકોને હવે વિલંબ પસંદ નથી. હવે તે પરિણામ ઈચ્છે છે. અમારી સરકાર પરિણામો લાવે છે અને બતાવે છે. આ કામગીરીના આધારે જનતાએ ત્રીજી વખત અમને ચૂંટ્યા છે. 60 વર્ષ પછી આ પ્રદર્શનને કારણે જ આ વિશ્વાસને કારણે જ જનતાએ અમારી સરકારને તક આપી છે.
જમ્મુ કાશ્મીરને મળી વિકાસના કાર્યોની ભેટ
- PM મોદી 1500 કરોડથી વધુ રૂપિયાની 84 વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ. જેમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ટર, પાણી પુરવઠા યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત ચેનાની-પટનીટોપ-નશરી વિભાગના સુધારણા, ઔદ્યોગિક વસાહતોના વિકાસ અને 6 સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણ જેવા પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે
- તેઓ 1800 કરોડ રૂપિયાના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ પણ લોન્ચ કરશે
- આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના 20 જિલ્લાના 90 બ્લોકમાં લાગુ કરવામાં આવશે.
- આ પ્રોજેક્ટ 15 લાખ લાભાર્થીઓને આવરી લેતા ત્રણ લાખ પરિવારો સુધી પહોંચશે.
- પીએમ સરકારી સેવામાં નિયુક્ત બે હજારથી વધુ લોકોને નિમણૂક પત્ર પણ આપશે.