• 1500 કરોડ રૂપિયાની 84 યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન

  • 21 જૂને શ્રીનગરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે
  • 15 લાખ લોકોને આ યોજનાઓથી થશે ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 જૂને જમ્મૂ કાશ્મીરના પ્રવાસે જશે. સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશનો આ પ્રથમ પ્રવાસ હશે. આ પહેલા તે માર્ચમાં ગયા હતા. બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી જમ્મૂ કાશ્મીરના યુવાઓની મુલાકાત લેશે. સાથે જ જમ્મૂ કાશ્મીરના લોકોને ઘણી ભેટ આપશે. વડાપ્રધાન યુવાઓને સશક્ત બનાવવા અને જમ્મૂ કાશ્મીરમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદી ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન મોદી તેમના પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 20 જૂનની સાંજે 6 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર પહોંચશે. ત્યાં તેઓ યુવાનોને સશક્ત બનાવવા, જમ્મૂ કાશ્મીરને બદલવાના કાર્યક્રમમાં ભાગ લેશે. કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટનો પણ (JKCIP) પણ શુભારંભ કરશે. વડાપ્રધાન મોદી 2000થી વધારે લોકોને નિમણુંક પત્ર પણ આપશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેશે વડાપ્રધાન

પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન સવારે લગભગ 6.30 વાગ્યે શ્રીનગરના એસકેઆઈસીસીમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેઓ લોકોને સંબોધિત કરશે. ત્યારબાદ સત્રમાં ભાગ લેશે. 2015થી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. વડાપ્રધાન મોદી આ પહેલા કર્તવ્ય પથ, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનઉ, મૈસૂર અને સંયૂક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજિત યોગ દિવસમાં સામેલ થઈ ચૂક્યા છે.

84 યોજનાઓનો કરશે શિલાન્યાસ અને ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી આ પ્રવાસ પર જમ્મૂ કાશ્મીરના લોકોને મોટી ભેટ આપશે. તે 1500 કરોડ રૂપિયાની 84 યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેના દ્વારા જમ્મૂ કાશ્મીરમાં પાણી પુરવઠા યોજનાઓ, માર્ગ નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રનો વિકાસ થશે. એટલુ જ નહીં કૃષિ અને અન્ય ક્ષેત્રોના વિકાસ માટે વડાપ્રધાન 1800 કરોડ રૂપિયાની જેકેસીઆઈપી પરિયોજનાનો શુભારંભ કરશે. આ પરિયોજના જમ્મૂ કાશ્મીરના 20 જિલ્લાના 90 બ્લોકમાં લાગુ થશે. 15 લાખ લોકોને તેનો ફાયદો થશે. 

  • Follow us on: