- તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર
- આજે પ્રચાર કરવાનો છેલ્લો દિવસ
- મહબૂબાબાદમાં પીએમ મોદીએ સંબોધી જાહેર સભા
પીએમ મોદીએ હાલ તેલંગણા વિધાનસભાને લઇને પ્રચારની કમાન સંભાળી છે. સતત ત્રીજા દિવસે પીએમ મોદી તેલંગણામાં સભા સંબોધી રહ્યા છે. જો કે આજે પ્રચાર અભિયાનનો છેલ્લો દિવસ છે. આ અંગે પીએમ મોદીએ કેસીઆર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે તેલંગણાના લોકોએ કેસીઆર સરકારને ઉખાડી ફેંકવા કમર કસી લીધી છે.
BRS હારશે- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે વેંકટેશ સ્વામીના મંદિરે દર્શન કરીને આવ્યો. તમારા બધાના હિતની પ્રાર્થના કરી. આટલી મોટી સંખ્યામાં તમારું અહીં આવવું અને ભાજપને આશીર્વાદ આપવો એ દર્શાવે છે કે તેલંગાણા રાજ્યમાં એક નવો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. તેલંગાણામાં આજે મારો સતત ત્રીજો દિવસ છે અને આ ચૂંટણીઓ માટે જાહેર રેલીઓ યોજવાનો મારો છેલ્લો દિવસ છે. આ સમયગાળા દરમિયાન મને અસંખ્ય લોકો સાથે મળવાની અને વાત કરવાની તક મળી હતી. તેલંગાણાના લોકોએ કેસીઆરને જડમૂળથી ઉખેડી ફેંકવા કમર કસી લીધી છે.
તેલંગાણાને માત્ર ભાજપમાં વિશ્વાસ છે- PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણાને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે! અને તેલંગાણાની જનતાએ નક્કી કર્યું છે કે તેલંગાણાનો આગામી મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટીનો જ હશે! ભાજપ વચન આપે છે કે તમારો આગામી મુખ્યમંત્રી પછાત વર્ગમાંથી હશે.
BRSમાં ભ્રષ્ટાચારની તપાસ ભાજપ સરકાર કરશે- PM મોદી
પીએમ મોદીએ કહ્યું, 'ભાજપ તેલંગાણાને બીઆરએસના ચુંગાલમાંથી મુક્ત કરાવવાને પોતાનું કામ માને છે. કેસીઆરે જે પણ કૌભાંડો કર્યા છે તેની તપાસ ભાજપ સરકાર કરશે. બીઆરએસના ભ્રષ્ટ લોકોને જેલમાં મોકલવાનો અમારો સંકલ્પ છે
CM KCR ને ફોર્મ હાઉસ CM કહ્યા
મહબૂબાબાદમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું, 'તેલંગાણા પરંપરા અને ટેકનોલોજી માટે જાણીતું છે પરંતુ કેસીઆરે આ રાજ્ય પર અંધશ્રદ્ધાનું લેબલ લગાવી દીધું છે. ફોર્મ હાઉસ સીએમને શું જોઈએ છે? ફાર્મ હાઉસ સીએમ અંધશ્રદ્ધાના ગુલામ છે. ફાર્મ હાઉસ સીએમ 3 ડિસેમ્બરે હારી જશે.