• NDAના શક્તિ પ્રદર્શન સાથે પીએમ મોદીએ ભર્યુ ઉમેદવારી ફોર્મ
  • મા ગંગા અને કાલભૈરવના લીધા આશીર્વાદ
  • 20 કેન્દ્રીયમંત્રી અને 12 રાજ્યોના મુખ્યમંત્રી રહ્યા સહિત દિગ્ગજો હાજર

લોકસભાની ચૂંટણીને પીએમ મોદીએ આજે વારાણસીથી ઉમેદાવારી નોંધાવી છે. પીએમ મોદીએ 13મેના રોજ સાંજે રોડ શો કર્યો. 14મેએ સવારે ગંગા પૂજ અને ત્યારબાદ કોટવાળ કાલ ભૈરવના દર્શન કરીને પીએમ મોદીએ એનડીએના રાજકીય દિગ્ગજોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ .પીએમ મોદીએ 2014 અને 2019માં પણ અહીંથી જ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે શું માહોલ હતો, કેવી રીતે તેઓ ફોર્મ ભરવા ગયા હતા આવો જાણીએ.


2014માં શું કાશીને લઇને શું બોલ્યા હતા PM?

નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2014 ના રોજ વારાણસીથી ઉમેદવારી નોંધાવી હતી, લોકસભા બેઠકોની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ પર વિજય મેળવ્યો હતો અને બાબા વિશ્વનાથના શહેરમાંથી મતદારોને મોટો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પહેલા મને લાગ્યું કે ભાજપે મને અહીં મોકલ્યો છે, પરંતુ પછી મને લાગ્યું કે કદાચ હું કાશી જઈ રહ્યો છું, પરંતુ આજે મને લાગે છે કે ન તો મને અહીં કોઈએ મોકલ્યો છે અને ન તો હું અહીં આવ્યો છું મને તો મા ગંગાએ બોલાવ્યો છે. આ દરમિયાન તેમણે રોડ શો કર્યો હતો જેમાં ભારે ભીડ જોવા મળી હતી.


2014માં કોણ હતા પીએમ મોદીના પ્રસ્તાવક ?

2014માં યોજાયેલા રોડ શોની થીમ મીનિ ઇન્ડિયા હતી. જેમાં તમામ રાજ્યોના લોકોને તેમના પરંપરાગત વસ્ત્રો પહેરીને આવવાનું કહેવામાં આવ્યું હતું. લગભગ બે કિલોમીટર લાંબા રોડ શો બાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. રોડ શો દરમિયાન તેમણે સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ, ભીમરાવ આંબેડકર અને મદન મોહન માલવિયાની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગિરધર માલવિયા, શાસ્ત્રીય ગાયક છન્નુ લાલ મિશ્રા, નાવિક ભદ્ર પ્રસાદ નિષાદ અને વણકર અશોક કુમાર ઉમેદવારી ફોર્મ ભરવા દરમિયાન પીએમ મોદીના નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક રહ્યા હતા.

2019માં કેવી રીતે નોંધાવી ઉમેદવારી ?

પીએમ નરેન્દ્ર મોદીએ પણ 2019માં વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. 26 એપ્રિલ 2019ના રોજ ઉમેદવારી પત્ર ભરવાના સમયે ભાજપના ટોચના નેતાઓની સાથે સહયોગી પક્ષોના નેતાઓ પણ હાજર હતા.


2019માં પણ કાલભૈરવના લીધા આશીર્વાદ

ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા પણ પીએમ મોદીએ કાશીના કોટવાલ ગણાતા ભગવાન કાલ ભૈરવના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ કાલભૈરવ પાસે નામાંકન માટે પરવાનગી માંગી હતી. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે હું કાશીના કોટવાલની પરવાનગી લઈને ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું. તો બીજી તરફ 2019માં પણ પીએમ મોદીએ ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલા જ રોડ શો કર્યો હતો. સૌએ પુષ્પવર્ષા કરીને વધાવી લીધા હતા.


2019માં કોણ હતા પ્રસ્તાવક ?

નોમિનેશનના દિવસે પીએમ મોદીએ પંજાબના નેતા પ્રકાશ સિંહ બાદલ અને અન્નપૂર્ણા શુક્લાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. પીએમ મોદીના પ્રસ્તાવકર્તાઓમાં ડોમ રાજાના પરિવારના સભ્ય તેમજ ભાજપના કાર્યકર સુભાષ ગુપ્તા અને સામાજિક કાર્યકર અન્નપૂર્ણા શુક્લા પણ સામેલ હતા. ત્યારે હવે આ વખતે ત્રીજીવાર પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. એનડીએના દિગ્ગજો સાથે એટલે કે એક તરફથી શક્તિ પ્રદર્શન બતાવીને તેઓ ઉમેદવાર પત્ર ભરવા પહોંચ્યા હતા. મા ગંગાના આશીર્વાદ લઇને પીએમ મોદી 2014 અને 2019માં વિજય મેળવ્યો ત્યારે હવે 2024માં 400 પાર બેઠકો મળશે કે કેમ તે જોવુ રહ્યું. 

  • Follow us on: