- આજથી બે દિવસ પીએમ મોદી જમ્મુ કાશ્મીરમાં
- શ્રીનગરમાં વિવિધ કાર્યોમાં પીએમ મોદી લેશે ભાગ
- એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&Kનું આયોજન
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેઓ નવી દિલ્હીથી શ્રીનગર પહોંચ્યા છે. પીએમ મોદી આજે શ્રીનગરમાં 'યુવા સશક્તિકરણ, જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન' કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા છે.. જેનો હેતુ યુવાનોને પ્રગતિનો માર્ગ બતાવવાનો છે. પીએમ મોદી શ્રીનગર પહોંચતા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું,. ત્યાં જે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તેમની સાથે વાતચીત પણ કરતા જોવા મળ્યા હતા.
જમ્મુ કાશ્મીરને મળી વિકાસના કાર્યોની ભેટ
- PM મોદી 1500 કરોડથી વધુ રૂપિયાની 84 વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. જેમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ટર, પાણી પુરવઠા યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત ચેનાની-પટનીટોપ-નશરી વિભાગના સુધારણા, ઔદ્યોગિક વસાહતોના વિકાસ અને 6 સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણ જેવા પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે
- તેઓ 1800 કરોડ રૂપિયાના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ પણ લોન્ચ કરશે
- આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના 20 જિલ્લાના 90 બ્લોકમાં લાગુ કરવામાં આવશે.
- આ પ્રોજેક્ટ 15 લાખ લાભાર્થીઓને આવરી લેતા ત્રણ લાખ પરિવારો સુધી પહોંચશે.
- પીએમ સરકારી સેવામાં નિયુક્ત બે હજારથી વધુ લોકોને નિમણૂક પત્ર પણ આપશે.
યોગ દિવસની કાશ્મીરમાં ઉજવણી
શુક્રવારે સવારે 6.30 વાગ્યે તેઓ PM શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. તે આ પ્રસંગે સભાને સંબોધશે પણ કરશે.PMOએ દ્વારા જણાવ્યા મુજબ આ વર્ષની ઇવેન્ટ યુવાઓના મન અને શરીર પર યોગની ઊંડી અસરને રેખાંકિત કરે છે. ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય હજારો લોકોને યોગની પ્રેક્ટિસમાં જોડવાનો, વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. મહત્વનું છે કે પીએમ મોદી 2015થી દર વર્ષે યોગ દિવસ પર આયોજિત ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે. જે વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં તેની બેવડી ભૂમિકાને પ્રકાશિત કરે છે.