• આજથી બે દિવસ જમ્મુ કાશ્મીરના પ્રવાસે પીએમ મોદી
  • વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને શિલાન્યાંસ કરશે
  • 21 જૂને યોગ દિવસની ઉજવણી કરશે શ્રીનગરમાં

ત્રીજી વખત ભારતના પીએમ બન્યા બાદ પીએમ મોદી આજે એટલે કે ગુરુવારે પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. પીએમ મોદી આજથી બે દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીર પહોંચશે. જ્યાં તેઓ આવતીકાલે એટલે કે 21મી જૂને યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે.

પીએમ બન્યા બાદ પ્રથમ મુલાકાત

પીએમ નરેન્દ્ર મોદી ગુરુવાર અને શુક્રવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સુધારણા પ્રોજેક્ટ પણ શરૂ કરશે. શુક્રવારે સવારે 6.30 વાગ્યે તેઓ PM શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. તે આ પ્રસંગે સભાને સંબોધશે પણ કરશે.

ઘાટીના યુવાનો સાથે કરશે વાતચીત

પીએમ મોદી 20 જૂને સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K’ કાર્યક્રમમાં ભાગ લેશે. જેનો હેતુ યુવાનોને પ્રગતિનો માર્ગ બતાવવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન, લોકો ઘણી અલગ-અલગ વસ્તુઓના સ્ટોલ હશે જેનું પીએમ મોદી નિરીક્ષણ પણ કરશે. પીએમ મોદી ઘાટીના યુવાનો સાથે વાતચીત કરશે.

જમ્મુ કાશ્મીરને મળશે વિકાસના કાર્યોની ભેટ

  • PM મોદી 1500 કરોડથી વધુ રૂપિયાની 84 વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. જેમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ટર, પાણી પુરવઠા યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત ચેનાની-પટનીટોપ-નશરી વિભાગના સુધારણા, ઔદ્યોગિક વસાહતોના વિકાસ અને 6 સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણ જેવા પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે.
  • તેઓ 1800 કરોડ રૂપિયાના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ પણ લોન્ચ કરશે.
  • આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના 20 જિલ્લાના 90 બ્લોકમાં લાગુ કરવામાં આવશે.
  • આ પ્રોજેક્ટ 15 લાખ લાભાર્થીઓને આવરી લેતા ત્રણ લાખ પરિવારો સુધી પહોંચશે.
  • પીએમ સરકારી સેવામાં નિયુક્ત બે હજારથી વધુ લોકોને નિમણૂક પત્ર પણ આપશે.

યોગ દિવસની કાશ્મીરમાં ઉજવણી

PMOએ દ્વારા જણાવ્યા મુજબ આ વર્ષની ઇવેન્ટ યુવાઓના મન અને શરીર પર યોગની ઊંડી અસરને રેખાંકિત કરે છે. ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય હજારો લોકોને યોગની પ્રેક્ટિસમાં જોડવાનો, વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. મહત્વનું છે કે પીએમ મોદી 2015થી દર વર્ષે યોગ દિવસ પર આયોજિત ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે. જે વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં તેની બેવડી ભૂમિકાને પ્રકાશિત કરે છે.

  • Follow us on: