• લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ
  • પીએમ મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી ફોર્મ
  • કાલ ભૈરવના લેશે આશીર્વાદ

પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા છે. PM મોદીએ સોમવારે સાંજે અહીં 6 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. ત્યારે આજે તેઓ ગંગા ઘાટ જશે અને ત્યારબાદ કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તે પછી એક બેઠક બાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જશે. જે દરમિયાન ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળશે જેને લઇને કેવી છે તૈયારીઓ આવો જાણીએ.

ભાજપનું શક્તિ પ્રદર્શન

પીએમ મોદી આજે સવારે 11.40 વાગ્યે ગંગા સપ્તમીના શુભ મુહૂર્તમાં પોતા ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા તેઓ ગંગામાં સ્નાન કરશે. ભાજપ આના દ્વારા એકતા બતાવવાનો પ્રયાસ કરશે. એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહેશે. જેમાં 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો-ધારાસભ્યો ભાગ લેશે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાને લઇને રાજકીય દિગ્ગજો વારાણસી પહોંચી રહ્યા છે.

વારાણસીમાં મેળવી છે બમ્પર જીત

ઉલ્લેખનીય છે કે અગાઉ 2014 અને 2019માં પીએમ મોદીએ બનારસથી ચૂંટણી લડી હતી. જનતા તરફથી તેમને ઘણો પ્રેમ મળ્યો હતો. બંને વખત પીએમ મોદીને બમ્પર જીત મળી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને 581022 વોટ મળ્યા હતા, જે કુલ વોટના 56.5 ટકા હતા. આ પછી જ્યારે પીએમ મોદીએ 2019માં ફરીથી આ જ સીટ પરથી ચૂંટણી લડી તો જીત વધુ મોટી થઈ ગઈ. 2019ની ચૂંટણીમાં પીએમ મોદીને વારાણસી સીટ પર 674664 વોટ મળ્યા હતા, જે સીટ પર કુલ વોટના 63.9 ટકા હતા. આ ચૂંટણીમાં યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય પીએમ મોદીનો સામનો કરી રહ્યા છે.


  • Follow us on: