• સંસદનું વિશેષ સત્ર પૂર્ણ થયા બાદ યુપી જશે મોદી
  • ઈન્ટરનેશનલ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે
  • સચીન તેંડુલકર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે

સંસદનું વિશેષસત્ર પૂર્ણ થયા બાદ તારીખ 23 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની મુલાકાત લેશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ઉત્તર પ્રદેશના વહીવટી વિભાગને સમગ્ર કાર્યક્રમની જાણકારી આપી દેવામાં આવી છે. તારીખ 23 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12.30 વાગ્યે ગંજારી ગામમાં જશે. જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. એ પછી ત્યાં સંબોધન કરશે.

હેલિકોપ્ટરમાં વારાણસી જશે

હેલિકોપ્ટરમાંથી ઊતર્યા બાદ વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભિવાદન કરશે. એ પછી મંચ પર પહોંચીને પ્રજાને સંબોધન કરશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માટે શિલાન્યાસ કર્યા બાદ મંચ પર મોદીની સાથે મંચ પર સચીન તેંડુલકર, રવિ શાસ્ત્રી સહિતના અન્ય ખેલાડીઓ ખાસ હાજરી આપશે. શિલાન્યાસ કર્યા બાદ મોદી પ્રજાને સંબોધન કરશે. આશરે એક કલાક સુધી વડાપ્રધાન મોદી આ ગામમાં સમય પસાર કરશે. પછી વારાણસી માટે હેલિકોપ્ટર મારફતે રવાના થશે. વારાણસી શહેરમાં સંસ્કૃત સંપૂર્ણાનંદ યુનિ.ના મેદાનમાં હેલિકોપ્ટર ઊતરશે.

સ્થાનિક ખેલાડીઓને પણ આમંત્રણ

પછી બાય રોડ તેઓ ઈન્ટરનેશનલ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં જશે. જ્યાં આશરે દોઢ કલાક જેટલો સમય પસાર કરશે. પછી જુદી જુદી યોજનાઓનું લોકાર્પણ કરશે. આ સાથે સભા સંબોધન પણ કરશે. પછી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી દિલ્હી માટે રવાના થશે. એમના કાર્યક્રમને લઈન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર અને ભાજપના કાર્યકર્તાઓ તૈયારીઓ કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ ખેલાડીઓની સાથે સ્થાનિક ખેલાડીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • Follow us on: