• શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી
  • પીએમ મોદીએ પોસ્ટ યોગા સેલ્ફી કરી શેર
  • કાશ્મીરમાં પીએમ મોદીએ કરી યોગ દિવસની ઉજવણી

PM મોદીએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ કર્યા પછી તેઓએ સંબોધન પણ કર્યુ હતું. મહત્વનુ છે કે વિશ્વ ભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ વર્ષ 2015થી 21 જૂને યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી લઇને આજદિન સુધી દર વર્ષે ઉત્સાહભેર પીએમ મોદી યોગ કરતા જોવા મળે છે. ત્યારે આ વખતે કાશ્મીરમાં કેવી રહી યોગ દિવસની ઉજવણી આવો જાણીએ.

યોગથી દરેક ક્ષણે લાભ- પીએમ મોદી

પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. શ્રીનગરમાં યોગથી જે શક્તિ મળે છે તે અમે અનુભવી રહ્યા છીએ. પીએમ મોદીએ જણાવ્યું કે વરસાદને કારણે કાર્યક્રમમાં થોડો વિલંબ થયો હતો. તેમણે કહ્યું કે જ્યારે યોગ કુદરતી રીતે જીવનનો એક ભાગ બની જાય છે, ત્યારે દરેક ક્ષણ ફાયદાકારક છે.


યોગ કર્યા બાદ લીધી સેલ્ફી

પીએમ મોદી વૈશ્વિક લોકપ્રિયતા ધરાવે છે. તેમની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરે છે. ત્યારે કાશ્મીરમાં પણ પીએમ મોદીનો ક્રેઝ જોવા મળ્યો હતો. યોગ કર્યા બાદ પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે લોકો ઘણા ઉત્સુક જણાયા હતા. PM મોદીએ અહીં લોકો સાથે સેલ્ફી ક્લિક કરતા જોવા મળ્યા હતા. તેમણે પોસ્ટ યોગા સેલ્ફી લખીને ટ્વિટર ફોટા શેર કર્યા હતા. 


  • Follow us on: