• બિલ લોકસભામાં પાસ થયા બાદ મોદીએ પ્રતિક્રિયા આપી

  • મત બદલ સંસદમાં રહેલા સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો
  • મહિલા સશક્તિકરણને મોટું પ્રોત્સાહન મળી રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં મહિલા અનામત બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ બિલને સમર્થન આપવા માટે તમામ પક્ષોના સાંસદોનો આભાર માન્યો છે. "નારી શક્તિ વંદન અધિનિયમ એ એક સીમાચિહ્નરૂપ કાયદો છે. જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. અમારી રાજકીય પ્રક્રિયામાં મહિલાઓની વધુ ભાગીદારી માટે સક્ષમ બનશે," એવું એક ટ્વિટ કરીને મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

454 મત બિલની તરફેણમાં

બુધવારે લોકસભામાં લાંબી ચર્ચા બાદ 'નારી શક્તિ વંદન બિલ' બે તૃતિયાંશથી વધુ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 મત પડ્યા હતા. હવે આ બિલ પર ગુરુવારે રાજ્યસભામાં ચર્ચા થશે. આ બિલ લોકસભા અને એસેમ્બલીમાં 33% સીટો પર મહિલાઓને અનામત આપે છે. લોકસભામાં પાસ થયા બાદ હવે નારી શક્તિ વંદન કાયદો ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહમાં આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ગૃહમાં વિવિધ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ બિલ પર ગુરુવારે ચર્ચા કરવામાં આવશે.


રાજ્યસભામાં બિલ રજૂ કરાશે

લોકસભામાં બિલ પાસ થયા બાદ તેને ચર્ચા અને પસાર કરવા માટે ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ બિલ પર ચર્ચા માટે સાડા સાત કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. દેવગૌડા સરકારથી લઈને મનમોહન સરકાર સુધી આ બિલને પસાર કરવા માટે પ્રયાસ કરાયા પણ કોઈ કારણે બિલ પાસ થઈ શક્યું નથી? આ પાછળના ઘણા કારણો હોઈ શકે છે. હું એની ચર્ચા કરવા નથી આવ્યો. એસસી, એસટી અને ઓબીસી એમ ત્રણેય કેટેગરીમાં આ બિલ લાગુ પડશે. અન્ય રાજકીય પાર્ટી આ બિલનું સમર્થન કરશે તો કમ સે કમ મહિલા અનામતની તો ગેરેન્ટી મળી જવાની છે. સરકારમાં ઓબીસી કેટેગરીના લોકો પણ છે જે મોદી સરકારના સમર્થનમાં છે. એવું અમિત શાહે જણાવ્યું હતું.

  • Follow us on: