• મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે
  • રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો છે પરંતુ 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું
  • ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે કરણપુર સીટની ચૂંટણી મોકૂફ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો છે પરંતુ 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે કરણપુર સીટની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ વખતે પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. ગુરુવારે (23 નવેમ્બર) વિધાનસભા ચૂંટણીના પડઘમ શાંત થઇ ગયા હતા.

રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.

રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200માંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે.

1993માં ભાજપ પાર્ટી સત્તામાં આવી ત્યારથી અહીં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા 

રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. 1993માં ભાજપ પાર્ટી સત્તામાં આવી ત્યારથી અહીં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા રહી છે. આ સમયગાળા દરમિયાન માત્ર કોંગ્રેસ અને ભાજપની જ સરકારો બની છે. તેથી જો આ વખતે પણ આ પરંપરા ચાલુ રહેશે તો સત્તાની લગામ ભાજપના હાથમાં આવશે તેવી ભાજપના નેતાઓને આશા છે. સાથે જ કોંગ્રેસને આશા છે કે લગભગ ત્રણ દાયકાથી ચાલી આવતી આ પરંપરા આ વખતે બદલાશે.

અલવર જિલ્લાના 6 બૂથમાં EVMમાં ખરાબી

અલવર જિલ્લામાં 6 બૂથના EVMમાં ખામી સર્જાયા બાદ મતદારો ચિંતિત દેખાયા હતા. મામલાની માહિતી મળતાં વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે.જિલ્લાના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ બૂથ, રેની વિસ્તારમાં બે અને ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ પર EVs ખરાબ થઈ હતી.વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને EVM. બદલીની કામગીરી ચાલી રહી છે. ઈવીએમમાં ​​સમસ્યાના કારણે જિલ્લાના 6 બુથ પર વિલંબથી મતદાન શરૂ થશે.

પીએમ મોદીએ રાજસ્થાનમાં પ્રથમ વખત મતદાન કરનારાઓને શુભેચ્છા પાઠવી, રેકોર્ડ મતદાનની વિનંતી કરી

ચૂંટણી બાદ હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ બનશે નેતા - પાયલોટ

કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું, 'જનતા બુદ્ધિશાળી છે. જનતા સાચો નિર્ણય લેશે. 2018માં જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે તે મુશ્કેલ સમય હતો. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને વધુ તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ફરી સરકાર બનાવીશું, અમને વિશ્વાસ છે. ચૂંટણી પછી હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ કમાન સંભાળશે. 

  • Follow us on: