રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર રોડ અકસ્માત થયો છે. અહીં બેકાબુ ડમ્પરે 10 લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકોની હાલત ગંભીર છે. દૌસાના લાલસોટ વિસ્તારમાં રવિવારે બપોરે આ અકસ્માત થયો હતો. માહિતી મળતા જ પોલીસ સ્થાનિક લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પર નીચેથી તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


6 લોકો ઘાયલ

રાજસ્થાનના દૌસામાં એક બેકાબુ ડમ્પરે બાઇક સવાર અને રાહદારીઓ સહિત 10 લોકોને કચડી નાખ્યા છે. આ ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામ ઘાયલોને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે.

સ્થાનિક લોકોએ કર્યો વિરોધ

પોલીસે ડમ્પર કબજે કરી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. બીજી તરફ સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિરોધ શરૂ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર લાલસોટ શહેરમાં સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી ભારે વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. આમ છતાં કાંકરી ભરેલું ડમ્પર નગરમાં ઘૂસ્યું એટલું જ નહીં પરંતુ ત્યાંથી પસાર થતા દ્વિચક્રી વાહનો અને રાહદારીઓને પણ કચડી નાખ્યા.

અત્યાર સુધીમાં 4 લોકોના મોત

આ ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ ડમ્પરને રોક્યું અને ડ્રાઈવર પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડમ્પર કબજે કરી ચાલકને કસ્ટડીમાં લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 4 મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 6 ઘાયલ લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક છે.

કાગળો સુધી નો એન્ટ્રી મર્યાદિત

બીજી તરફ સ્થાનિક લોકોએ આ ઘટના માટે પોલીસની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. સ્થાનિક લોકોએ કહ્યું કે, નો એન્ટ્રીની વ્યવસ્થા માત્ર કાગળો પુરતી જ સીમિત છે. પોલીસની હાજરીમાં કાંકરી ભરેલી ટ્રકો અને ડમ્પરો દિવસભર નગરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશે છે. તેમ છતાં તેઓને ક્યાંય રોકવામાં આવતા નથી. ઉલટાનું પોલીસ પોતાનો હિસ્સો લઈને તેમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી. જેના કારણે અહીં અગાઉ પણ અનેકવાર અકસ્માતો થયા છે.

  • Follow us on: