• 'પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે ચૂકવવો પડશે 4.5 કરોડ રૂપિયા ટેક્સ
  • 2006 અને 2011 વચ્ચે આયોજિત શિબિરો માટે દંડ અને વ્યાજ ચૂકવવુ પડશે
  • યોગ શિબિરની સેવા સર્વિસ ટેક્સને કરપાત્ર- CESTAT

યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. ભ્રામક જાહેરાતોનો મામલો તો હાલ કોર્ટમાં છે જ ત્યારે હવે યોગ શિબિરને લઇને પણ બાબા રામદેવને સુપ્રિમ કોર્ટમાંથી ફટકો પડ્યો છે.

યોગ શિબિર માટે સર્વિસ ટેક્સ

હવેથી બાબા રામદેવની યોગ શિબિર સર્વિસ ટેક્સના દાયરામાં આવી ગઇ છે. સ્વામી રામદેવના યોગ શિબિરોનું આયોજન કરતી સંસ્થા 'પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ'ને હવે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે. જસ્ટિસ અભય એમ ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાની સુપ્રીમ કોર્ટની બેંચે આ સંબંધમાં સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને યથાવત રાખ્યો છે. તેઓ નિર્ણયમાં કહ્યું કે સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ માટે રહેણાંક અને બિન-રહેણાંક બંને યોગ શિબિરોનું આયોજન કરવા માટે સર્વિસ ટેક્સ ચૂકવવાનું ફરજિયાત બનાવ્યું હતું.

પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે શું કરી દલીલ?

કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, મેરઠ રેન્જે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને ઓક્ટોબર 2006 અને માર્ચ 2011 વચ્ચે આયોજિત શિબિરો માટે દંડ અને વ્યાજ સહિત લગભગ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું. ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે એવી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જે રોગોની સારવાર માટે છે અને તે 'હેલ્થ એન્ડ ફિટનેસ સર્વિસ' શ્રેણી હેઠળ કરપાત્ર નથી. પરંતુ ટ્રિબ્યુનલે કહ્યું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટના દાવા કે તે વ્યક્તિ દ્વારા પીડાતા ચોક્કસ રોગોની સારવાર પૂરી પાડે છે તે કોઈ સકારાત્મક પુરાવા દ્વારા સમર્થન નથી.

યોગ શિબિરની સેવા સર્વિસ ટેક્સને કરપાત્ર- CESTAT

કસ્ટમ્સ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલએ કહ્યું હતું કે આ શિબિરોમાં યોગ અને ધ્યાન કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર સમૂહને સાથે મળીને શીખવવામાં આવે છે. કોઈપણ વ્યક્તિના ચોક્કસ રોગ/ફરિયાદના નિદાન કે સારવાર માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવતું નથી. ટ્રસ્ટે કેમ્પની એન્ટ્રી ફી ડોનેશન તરીકે એકઠી કરી હતી. તેઓએ અલગ-અલગ કિંમતની રેન્જની એન્ટ્રી ટિકિટ આપી હતી. ટિકિટ ધારકને ટિકિટની કિંમતના આધારે અલગ અલગ વિશેષાધિકારો આપવામાં આવ્યા હતા. પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગ શિબિરો - જે ફી વસૂલ કરે છે - આરોગ્ય અને ફિટનેસ સેવાની શ્રેણીમાં આવે છે અને આવી સેવા સર્વિસ ટેક્સને પાત્ર છે.'

શું છે મામલો ?

મહત્વનું છે કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સ્વામી સ્વામી રામદેવના યોગ શિબિરો માટે પ્રવેશ ફી વસૂલે છે. જસ્ટિસ ઓક અને જસ્ટિસ ભુઈયાની બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે, 'સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે સાચું કહ્યું છે કે પ્રવેશ ફી વસૂલ્યા પછી શિબિરોમાં યોગ એ સેવા છે. અમને ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. તેથી પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની અપીલ નકારી કાઢવામાં આવે છે. આ સાથે જ અદાલતમાં સીમા શુલ્ક અને ઉત્પાદન શુલ્ક અને સર્વિસ ટેક્સ CESTATની અલ્હાબાદ પીઠના 5 ઓક્ટોબર,2023ના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો.


  • Follow us on: