• શરદ પવારે ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ 'હજુ ઘરડા થયા નથી'
  • અટલ બિહારી વાજપેયીના શબ્દોનો પડઘો પાડતા કહ્યું, ન ટાયર્ડ છુ ન રિટાયર્ડ
  • હું હજી પણ કામ કરી શકું છું, મને સત્તાનો મોહ નથી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવારના બળવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ 82 વર્ષની ઉંમરે પણ કામ કરી શકે છે. શરદ પવારની આ ટિપ્પણી અજિત પવારના કહેવાના થોડા દિવસો પછી આવી છે કે તેમના કાકાનો નિવૃત્તિ લેવાનો અને એનસીપીની લગામ તેમને સોંપવાનો સમય આવી ગયો છે. શરદ પવારે ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ 'હજુ ઘરડા થયા નથી' અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દોનો પડઘો પાડતા તેમણે કહ્યું, ન ટાયર્ડ છુ ન રિટાયર્ડ એનસીપીના વડાએ કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી. તેમણે કહ્યું, 'મને નિવૃત્ત થવાનું કહેનારા કોણ છે? હું હજુ પણ કામ કરી શકું છું.

મારા પર હુમલો થઈ રહ્યો છે

શરદ પવારે કહ્યું, 'જો પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક ગેરકાયદે છે, તો પ્રફુલ પટેલ અને અન્ય દ્વારા કરાયેલી તમામ નિમણૂક પણ ગેરકાયદે છે. પ્રફુલ્લ પટેલે જ પ્રમુખ પદ માટે મારા નામની દરખાસ્ત કરી હતી અને હું દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સર્વાનુમતે ચૂંટાયો હતો.અજીત અને અન્ય લોકો (ભુજબલ અને પ્રફુલ) દ્વારા મારા પર વ્યક્તિગત હુમલા ભાજપના ઈશારે કરવામાં આવી રહ્યા છે.

અજીત પર સાધ્યુ નિશાન

અજિત પવાર પર નિશાન સાધતા પવારે કહ્યું, 'અજિતને 4 વખત નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, તેમને મંત્રાલયો આપવામાં આવ્યા, ચૂંટણી હાર્યા છતાં પ્રફુલ પટેલને યુપીએમાં મંત્રી બનાવવામાં આવ્યા. પીએ સંગમાની પુત્રી જેવા અન્ય લોકોને મંત્રી બનાવવામાં આવ્યા પરંતુ સુપ્રિયાને નહીં. શું આ રાજવંશ છે? પછી અજિત કહે છે કે આ ખોટું છે.

નિવૃત્તિની સલાહ પર આ કહ્યું

અજિત પવારની નિવૃત્તિની સલાહ પર પવારે કહ્યું, 'તેઓ કોણ છે જે મને નિવૃત્તિ લેવા કહે. મેં આ બધા લોકોને પ્રસ્તાવ મૂક્યો અને કાર્યકરોએ મને કામ ચાલુ રાખવા વિનંતી કરી. હું હજી પણ કામ કરી શકું છું, હું કોઈ મંત્રી પદ પર નથી, જો હું કરી શકું તો કામ કરવામાં નુકસાન શું છે. હું પાર્ટી માટે કામ કરું છું એવું ન કહો કે હું ઘરડો છું. ન ટાયર્ડ છુ ન રિટાયર્ડ. 

  • Follow us on: