ભારતના સિક્કિમમાં કુદરતી આફતે તબાહી મચાવી દીધી છે. જેમાં ભારતીય સેના પણ રેસક્યુ કામગીરીમાં જોડાઇ છે. પરંતુ કુદરતનો કહેર એવો છે કે લેન્ડસ્લાઇડની ચપેટમાં ભારતીય સેનાનો એક કેંપ પણ આવી ગયો. પરિણામે ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા છે જ્યારે 6 જવાનોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે બની આ ઘટના.


સિક્કિમમાં ભૂસ્ખલ અને ભારે વરસાદ 

સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર સહિતના રાજ્યોમાં અત્યારે ભાર વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ત્યારે સિક્કિમના લેન્ડસ્લાઇડની આ ઘટના લાચેન જિલ્લાના ચાટેન વિસ્તારમાં થઇ. એક રક્ષા અધિકારીએ આપેલી જાણકારી મુજબ રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ લાચેન કસ્બાની પાસે ભારે વરસાદને કારણે અચાનક ભયાનક લેન્ડસ્લાઇડ થઇ હતી. જેમાં 3 સૈનિકો શહીદ થઇ ગયા. આ ઉપરાંત 4 સૈનિકોને નાની મોટી ઇજા થઇ છે. જ્યારે આ ઉપરાંત 6 જવાનો હજી પણ લાપતા છે.


 રક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ સિક્કિમમાં લેન્ડ સ્લાઇડમાં શહીદ થયેલા સેનાના જવાનોની ઓળખ હવાલદાર લખબિંદર સિંહ, લાંસ નાયક મનીષ ઠાકુર અને પોર્ટર અભિષેક લખડા તરીકે થઇ છે. રેસક્યુ ટીમ હાલ ગુમ થયેલા 6 જવાનોની તપાસમાં જોડાઇ છે.


  • Follow us on: