- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શરૂ થશે નવી સુવિધા
- યાત્રીઓની ઉંઘને ખલેલ નહી પહોંચે
- સામાન્ય ટ્રેન કરતા પણ હટકે હશે સુવિધા
દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. દેશવાસીઓને સુપર લક્ઝરીનો અહેસાસ કરાવવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો એક પછી એક દોડાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા દેશમાં એક સાથે 9 વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ વર્ચ્યુલી હાજર રહીને લીલીઝંડી આપી હતી. ત્યારે હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સ્લીપર કોચ લાવવાની તૈયારીઓ થઇ રહી છે. જી, હા એક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર સ્લીપર કોચ માટે નવી ડિઝાઇનનું નિર્માણ એન્ટીગ્રલ કોચ ફેક્ટરી અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
વંદેભારત સ્લીપર કોચ કેવો હશે ?
- મુસાફરોને રાતભર હાઇસ્પીડ ટ્રેનોમાં લાંબી યાત્રા કરવાનો અવસર આપશે. જેમાં સ્વદેશી સેમી લાઇટ સ્પીડ ટ્રેનનો ઉદ્દેશ્ય યાત્રીઓને એક નવો અનુભવ કરાવશે.
- હાલના સ્લીપર કોચની તુલનામાં આ ટ્રેનમાં વિશાળ બર્થ અને લક્ઝુરિયસ ઈન્ટિરિયર છે. આ ટ્રેનમાં વિશાળ શૌચાલય પણ હશે.
- નવા સ્લીપર વેરિઅન્ટ સાથે રેલવે જે ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તે છે – ઝડપ, સલામતી અને સેવા.
- ICF 'વંદે મેટ્રો' નામની નવી પ્રકારની વંદે ભારત ટ્રેન પણ વિકસાવી રહ્યું છે. આ 12 કોચની ટ્રેન હશે, જેને ટૂંકા અંતરની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે.
હવે વંદે ભારત ટ્રેનની સંખ્યા 33
દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ મળતા હવે ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થઇ ગઇ છે. કઇ કઇ 9 ટ્રેનની શરૂઆત કરી તેના વિશે જોઇએ તો,
- રાંચી-હાવડા
- પટના-હાવડા
- વિજયવાડા-ચેન્નઈ
- તિરુનેલવેલી-ચેન્નઈ
- રાઉરકેલા-પુરી
- ઉદયપુર-જયપુર
- કાસરગોડ-તિરુવનંતપુરમ
- જામનગર-અમદાવાદ
- હૈદરાબાદ-બેંગલુરુ













