- બ્રહ્મોસ એર મિસાઇલનું સફળ પરીક્ષણ
- સુખોઈ-30MKI ફાઈટર જેટથી કરવામાં આવ્યું પરીક્ષણ
- લાંબા અંતર સુધી દુશ્મનોના ઠેકાણા કરશે નષ્ટ
આત્મનિર્ભર ભારત તરફ સફળતા પૂર્વક ભારત આગળ વધી રહ્યું છે. ત્યારે રક્ષાક્ષેત્રે પણ ભારતે આત્મનિર્ભરતા હાંસલ કરી લીધી છે. ભારતીય વાયુ સેનાએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું એર લોન્ચ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું છે.
બ્રહ્મોસ એર-લોન્ચ વર્ઝન મિસાઈલનું સફળ પરીક્ષણ
બ્રહ્મોસ એર-લોન્ચ વર્ઝન મિસાઈલનું પરીક્ષણ સુખોઈ-30MKI ફાઈટર જેટથી કરવામાં આવ્યું હતું. આ ફાઈટર જેટમાં બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ છોડવાની ક્ષમતા છે, જે લાંબા અંતર સુધી દુશ્મનના નિશાન પર હુમલો કરી શકે છે. સંરક્ષણ અધિકારીઓએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં, બ્રહ્મોસ હવાથી પ્રક્ષેપિત મિસાઈલને સુખોઈ 30MKI ફાઈટર જેટથી લોન્ચ કરવામાં આવી હતી. જેટે દક્ષિણી દ્વીપકલ્પના એક એરબેઝ પરથી મિસાઈલ સાથે ઉડાન ભરી હતી અને સફળતાપૂર્વક એક લક્ષ્ય પર સફળતા પૂર્વક નિશાનો સાધીને હુમલો કરતી વખતે મિસાઇલ 1,500 કિમીથી વધુ દૂર સુધી ગઇ હતી."
?" target="_blank">https://twitter.com/NewsIADN/status/1714669217998577666?
અદ્યતન હથિયારોમાંથી એક બ્રહ્મોસ મિસાઇલ
બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ સુપરસોનિક વેપન સિસ્ટમનું લોંગ રેન્જ વર્ઝન છે. તે રશિયાની ભાગીદારીમાં ભારતે બનાવેલા સૌથી અદ્યતન હથિયારોમાંનું એક છે. મહત્વનું છે કે ભારત હવામાં પ્રક્ષેપિત બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલના લાંબા અંતરની આવૃત્તિ વિકસાવવા માટે કામ કરી રહ્યું છે જે દુશ્મનોને મારવામાં સક્ષમ હશે.
ભારત મિત્ર દેશોને મિસાઈલોની નિકાસ કરી રહ્યું છે
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય વાયુ સેનાએ હાલમાં જ જમીન પર હુમલો કરનારી મિસાઇલ પ્રણાલીનું બે વખત પરીક્ષણ કર્યું હતું, જેના પરિણામો ખૂબ જ સારા આવ્યા હતા કારણ કે મિસાઇલોએ પરીક્ષણમાં એકદમ સટીક નિશાનો સાધ્યો હતો. ભારત ફિલિપાઇન્સ સહિત મિત્ર દેશોને પણ મિસાઇલની નિકાસ કરે છે. બ્રહ્મોસ એરોસ્પેશ કોર્પોરેશન વધુમા વધુ દેશોને મિસાઇલોની નિકાસ કરવા અને પીએમ મોદી દ્વારા નિર્ધારિત નિકાસના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા પર પણ વિચાર કરી રહ્યા છે.