• તમિલ અભિનેતાની રાજકારણમાં એન્ટ્રી
  • પાર્ટીનો ફ્લેગ અને ચિન્હ કર્યુ લોન્ચ
  • અભિનેતા વિજય થલાપતિએ ચૂંટણી જીતવાની વ્યક્ત કરી હતી ઇચ્છા

તમિલ અભિનેતા વિજયે ગુરુવારે ચેન્નાઈમાં તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) નો ફ્લેગ અને સિમ્બોલનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે મારી પાર્ટી સામાજિક ન્યાયના માર્ગ પર ચાલશે. પાર્ટીનો ધ્વજ સૌથી ઉપર લાલ અને નીચે મરૂન છે જ્યારે મધ્ય ભાગનો રંગ પીળો છે, જેના પર બે હાથી અને વાગળનું ફૂલ બનેલું છે, જે વિજયનું પ્રતીક છે. TVK એ પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેનું સોન્ગ પણ લોન્ચ કર્યુ છે.

2026માં વિધાનસભાની ચૂંટણી લડીશું-વિજય

મહત્વનું છે કે વિજયે 2 ફેબ્રુઆરીએ પારદર્શક, જાતિ-મુક્ત અને ભ્રષ્ટાચાર-મુક્ત વહીવટ સાથે 'મૂળભૂત રાજકીય પરિવર્તન' માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને પાર્ટીની શરૂઆતની જાહેરાત કરી હતી. તે દરમિયાન જણાવ્યું હતું કે 2026માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડશે. અમારો ઉદ્દેશ્ય આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો અને જીતવાનો છે, લોકોની ઈચ્છા પ્રમાણે મૂળભૂત રાજકીય પરિવર્તન લાવવાનો છે.


રાજકારણ પવિત્ર જનસેવા- વિજય

અગાઉ નિવેદન આપતા અભિનેતા વિજયે જણાવ્યું હતું કે રાજનીતિ કોઈ વ્યવસાય નથી પરંતુ પવિત્ર જનસેવા છે. 'તમિલગા વેત્રી કઝગમ'નો શાબ્દિક અર્થ 'તમિલનાડુ વિજય પાર્ટી' થાય છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાની જાતને લોકસેવાના રાજનીતિમાં સમર્પિત કરશે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં આ પહેલા પણ ઘણા લોકો એક્ટિંગની દુનિયામાંથી રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. તેમાંથી સૌથી અગ્રણી એમ.જી. રામચંદ્રન અને જે. જયલલિતાનો સમાવેશ થાય છે.

પૂરની સ્થિતિમાં કરી હતી મદદ

ઉલ્લેખનીય છે કે અભિનેતા વિજયની તમિલનાડુમાં મોટી ફેન ફોલોઈંગ છે. આ અભિનેતા ઘણીવાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો પણ જોવા મળે છે. ડિસેમ્બર 2023 માં વિજયે થૂથુકુડી અને તિરુનેલવેલી જિલ્લાના પૂર પ્રભાવિત રહેવાસીઓને મદદ કરી હતી. વિજયે કથિત રીતે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.

  • Follow us on: