- દિલ્હી લિકર કેસ મામલે કેજરીવાલની ધરપકડ
- 'INDIA'ના નેતાઓ ચૂંટણી પંચને કરશે રજૂઆત
- બેઠકમાં કેજરીવાલની ધરપકડ મામલે ચર્ચા કરાશે
દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને વિપક્ષી ગઠબંધન 'INDIA'ના નેતાઓ ચૂંટણી પંચને મળશે. કેજરીવાલની ધરપકડ મામલે બેઠક યોજાશે.
મળતી માહિતી મુજબ, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. કેજરીવાલની કોર્ટમાં હાજરીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેવામાં અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને વિપક્ષી ગઠબંધન 'INDIA'ના નેતાઓ ચૂંટણી પંચને મળીને બેઠક કરશે. બેઠકમાં કેજરીવાલની ધરપકડ મામલે ચર્ચાઓ કરવામાં આવશે.













