- મણિપુર ફરી હિંસાની ચપેટમાં
- પશ્ચિમ ઇમ્ફાલ ભડકી ઉઠી હિંસા
- હુમલાખોરો મૈતઇ વિસ્તારમાં ઘુસ્યા અને આગચંપી કરી
મણિપુરમાં શરૂ થયેલી હિંસા બંધ થવાનું નામ જ નથી લઇ રહી. થોડા સમય અગાઉ ઇન્ટરનેટની સેવા શરૂ કરવામાં આવી પરંતુ સગીરાની હત્યા કરાયેલી લાશ મળી આવતા હિંસા ભડકી હતી. ત્યારે વધુ એકવાર ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના પાટસોઇ પોલીસ સ્ટેશનમાં હિંસા ભડકી હોવાનું સામે આવ્યું છે.
શું બની હતી ઘટના ?
મણિપુરમાં બુધવારે ફરી એકવાર હિંસા થઇ હતી. હુમલાખોરો મૈતઇ વિસ્તારમાં ઘૂસ્યા હતા અને રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બે-ત્રણ મકાનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના ઈમ્ફાલ પશ્ચિમના કૈથેલમંગબીના પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. તમામ હુમલાખોરો હથિયારોથી સજ્જ હતા. પોલીસે જણાવ્યું કે બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ પછી મીતેઈ સમુદાયની મહિલાઓનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું. સુરક્ષા દળોએ મહિલાઓને આગળ વધતી અટકાવી અને શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો.પોલીસે દાવો કર્યો છે કે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. જો કે, ગુરુવારે સવાર સુધી ગોળીબારના અવાજો વચ્ચે-વચ્ચે ચાલુ રહ્યા હતા. મણિપુરમાં જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની હત્યાનો મામલો સામે આવ્યો ત્યારથી હિંસા ચાલી રહી છે.
મે મહિનાથી હિંસાની આગમાં મણિપુર
અનુસૂચિત જનજાતિનો દરરજ્જો આપવાની માગ સાથે 3મેના રોજ મણિપુરમાં હિંસા ભડકી હતી. જેના વિરોધમાં પહાડી જિલ્લામાં આદિવાસી એકતા જૂથ માર્ચ પણ નીકળી હતી. જેમાં મેતઇ અને પહાડી વિસ્તારના લોકો વચ્ચે જૂથ અથડામણમાં 180થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા..મણિપુરમાં 53 ટકા મૈતઇની વસ્તી છે જે મોટાભાગે ઇમ્ફાલની ઘાટીમાં રહે છે. આદિવાસી-નાગા અને કુકી 40 ટકાથી વધારે છે. જે લોકો પહાડી વિસ્તારમાં રહે છે.