આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ તિરુમાલા મંદિરના પ્રસાદમાં કથિત ભેળસેળ મામલે સીબીઆઇએ એક્શનમાં જોવા મળી છે. કથિત ભેળસેળ મામલે સીબીઆઇએ 4 લોકોને ઝડપી પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઝડપાયેલા લોકોની ઓળખ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટરોની ઓળખ વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન તરીકે થઈ છે.
14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં
તિરુપતિ મંદિરના પ્રસાદમાં કથિત ભેળસેળની તપાસ કરી રહેલી સીબીઆઈની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે સવારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી કોર્ટે તમામને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા.
4 લોકોની ધરપકડ
રવિવારે મોડી રાત્રે એક અધિકારીએ જણાવ્યું કે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે વ્યક્તિઓ (બિપિન જૈન અને પોમી જૈન) ભોલે બાબા ડેરીના છે, અપૂર્વ ચાવડા વૈષ્ણવી ડેરી સાથે સંકળાયેલા છે અને (રાજુ) રાજશેખરન એઆર ડેરી સાથે સંકળાયેલા છે.
'બનાવટી દસ્તાવેજ સાથે ટેન્ડર લેવામાં આવ્યું'
તપાસ દરમિયાન, અધિકારીઓને જાણવા મળ્યું હતું કે વૈષ્ણવી ડેરીએ ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે એઆર ડેરીના નામનો ઉપયોગ કરીને નકલી દસ્તાવેજો અને સીલ બનાવ્યા હતા. વૈષ્ણવી ડેરી દ્વારા બનાવવામાં આવેલા ખોટા રેકોર્ડમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે રૂરકીમાં ભોલે બાબા ડેરી પાસેથી ઘી ખરીદ્યું હતું, પરંતુ તેની પાસે જરૂરી જથ્થો પૂરો પાડવાની ક્ષમતા નહોતી. આ પછી ટીમે ત્રણ ડેરીઓમાંથી ચાર લોકોની ધરપકડ કરી.
ટેન્ડર મેળવવામાં છેતરપિંડી
સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતાઓ બહાર આવી હતી પરિણામે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર મેળવ્યા હતા અને પ્રક્રિયામાં હેરફેર કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા.
SITની કરવામાં આવી છે રચના
સૂત્રોના જણાવ્યા મુજબ SIT એ ખુલાસો કર્યો હતો કે વૈષ્ણવી ડેરીએ ખોટો દાવો કર્યો હતો કે તે ભોલે બાબા ડેરી પાસેથી ઘી મેળવે છે જ્યારે અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે ભોલે બાબા ડેરી પાસે મંદિર બોર્ડ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની માંગને પૂર્ણ કરવાની ક્ષમતા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈએ ગયા વર્ષે નવેમ્બરમાં તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની SIT ની રચના કરી હતી.
સીબીઆઈની દેખરેખ હેઠળ તપાસ
તેમણે કહ્યું કે ટીમમાં કેન્દ્રીય એજન્સીના બે અધિકારીઓ, આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના એક અધિકારીનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને YSRCP (યુવજન શ્રમિકા રૈથુ કોંગ્રેસ પાર્ટી) ના રાજ્યસભા સભ્ય વાય વી સુબ્બા રેડ્ડી સહિત અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કર્યા પછી સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 4 ઓક્ટોબરના રોજ તેના આદેશમાં કહ્યું હતું કે લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપની તપાસ SIT દ્વારા કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ CBI ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે.













