દેશ-દુનિયામાં તિરુપતિ લાડુ વિવાદ ઉઠતા હવે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ આંધ્રપ્રદેશ સરકારને કડક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ભાજપના નેતા શોભા કરંદલાજે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકીને જણાવ્યું કે, આ મુદ્દાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારને વિશેષ ટીમની રચના કરવી જોઈએ અથવા તો આ સમગ્ર મામલાને સીબીઆઇને સોંપી દેવો જોઈએ. તેમને વધુમાં કહ્યું કે, આ હિંદુ આસ્થા અને વિશ્વાસ ઉપર સીધો હુમલો છે, જેને સહન નહીં કરવામાં આવે.
સઘન તપાસની જરૂર છે
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે છેલ્લા ચાર વર્ષમાં તિરુપતિ લાડુ માટે ઘી સપ્લાય કનાર સપ્લાયર્સની પણ ઊંડી તપાસની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે, એ પણ સ્પષ્ટ હોવું જોઈએ કે કયા લોકોને ટેન્ડર મળે અને ઘીનો પુરવઠો કયાથી કરાયો છે. શોભા કરંદલાજે આંધ્રપ્રદેશ સરકારને આ મુદ્દે સંપૂર્ણ પારદર્શકતાની માંગ કરી છે અને જણાવ્યું કે, હવે કોઈ ગોપનીયતા નથી, સંપૂર્ણ સચ્ચાઈ સામે આવવાનો સમય આવી ગયો છે. હિંદુ આસ્થાઓ સાથે સંકળાયેલ આ મુદ્દા પર ભાજપ નેતાની આ માંગને રાજકીય અને ધાર્મિક રીતે વધુ ચર્ચાને ચકરાવે ચઢાવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ પણ ચિંતા દર્શાવી
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તિરુપતિ મંદિરના લાડુ વિવાદ ઉપર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, "લેબ રિપોર્ટ જે બહાર આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે. તે કરોડો લોકોની આસ્થા તેમજ શ્રદ્ધાનો મામલો છે. ચંદ્રબાબુ નાયડુ દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટની તપાસ થવી જોઈએ, અને જો તે સાચો સાબિત થશે, તો ગુનેગારોને સજા કરવામાં આવશે. સખત સજા થવી જોઈએ." આકરી સજા થવી જોઈએ."
તેમણે આ બાબતનો વિરોધ કરવાની પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે આ અંગે નિર્ણય લેવો જોઈએ. જોશીએ કહ્યું, "રાજ્ય સરકાર સક્ષમ છે, તેઓએ નક્કી કરવું જોઈએ કે કેસ સીબીઆઈને સોંપવો જોઈએ કે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવી જોઈએ."
આ છે આખો મામલો
આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ મંદિર તિરુપતિ બાલાજીના લાડુના ઘીમાં ફીશ ઓઈલ અને જનાવરની ચરબીની વાતથી હોબાળો થયો છે. આંધ્ર પ્રદેશની સરકારનો દાવે છે કે, જે ઘીમાં લાડુ તૈયાર કરવામાં આવે છે તેમાં ભેળસેળ જોવા મળી છે. આ ભેળસેળ ગત સરકાર દરમ્યાન આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને લીધે થયો. આને લઈ મંદિર સમિતિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે જણાવ્યું જે બ્લેક લિસ્ટેડ સપ્લાયરના ઘીમાં ભેળસેળ મળી છે, તેને પૂર્વની જગન મોહન સરકાર દરમ્યાન કોન્ટ્રાક્ટ અપાયો હતો.
આ આરોપો પર કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટની માંગ કરી છે અને તપાસ પછી કાર્યવાહીનો ભરોસો આપ્યો છે. પરંતુ આ ખુલાસા પછી એકબાજું દેશમાં સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભોપાલ જેવા કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ થયા છે. સુપ્રીમ કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી અરજીઓ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ થવાના શરૂ થઈ ગયા છે. ભાજપ નેતાએ દોષિતોને ફાંસીની સજાની માંગણી ઉઠાવી છે. કોંગ્રેસે સીએમ નાયડુ પર સવાલ ઉઠાવ્યા છે કે ત્રણ મહિના સુધી સીએમએ ખુલાસો શા માટે ન કર્યો?