• દેશમાં 1 વર્ષમાં 3 મોટી ટ્રેન દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો
  • અત્યાર સુધીમાં 300થી વધુ મુસાફરોના મોત થયા
  • દીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા

યુપીના ગોંડામાં ગુરુવારે બપોરે એક મોટો ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તર પ્રદેશના ગોંડા પાસે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 કોચ પલટી ગયા હતા. દેશમાં એક વર્ષમાં ત્રણ મોટા રેલવે દુર્ઘટના બની છે. જેમાં 300થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે.

યુપીના ગોંડામાં ગુરુવારે બપોરે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘણા ઘાયલ થયાના અહેવાલ છે. જો કે, હજુ ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થવાની બાકી છે. દેશમાં એક વર્ષમાં ત્રણ મોટા રેલ્વે અકસ્માત થયા છે, જેમાં 300થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. ચાલો આ અકસ્માતો પર એક નજર કરીએ.

  • 17 જૂન, 2024: સિયાલદહ-અગરતલા કાંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના રંગપાણી સ્ટેશન નજીક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
  • ઑક્ટોબર 29, 2023: આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ-પલાસા અને વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેનો વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. તેનું કારણ સિગ્નલની નિષ્ફળતા અને માનવીય ભૂલ હોવાનું જણાવાયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
  • 2 જૂન, 2023: ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો અથડાઈ. કોરોમંડલ એક્સપ્રેસે ઊભેલી માલગાડી અને પછી બીજી બાજુથી આવતી સુપરફાસ્ટ એક્સપ્રેસને ટક્કર મારી. આ અકસ્માતમાં લગભગ 300 લોકોના મોત થયા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીની સૂચનાથી આસપાસના જિલ્લાઓની તમામ હોસ્પિટલો, CHC, PHCને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. જ્યારે યુપી સરકાર અને આસામ સરકાર એકબીજાના સંપર્કમાં છે.

  • Follow us on: