• ઉત્તર પ્રદેશા ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો
  • યુપીમાં રેલવે અકસ્માતોનો સીલસીલો વર્ષોથી યથાવત્
  • દેશમાં પરિવહન તરીકે સૌથી મોટું સાધન ભારતીય રેલવે છે

દેશમાં પરિવહન માટે સૌથી મોટું સાધન ભારતીય રેલવે છે અને દરરોજ કરોડો લોકો ટ્રેનથી પ્રવાસ ખેડતા હોય છે. બીજી તરફ રેલવે સુરક્ષાના દાવા ખૂબ કરે છે પરંતુ ગમે તે સમયે આ દાવા પોકળ સાબિત થઈ જતા હોય છે. રેલવેની બેદરકારીનું પરિણામ એટલે સેંકડો લોકોનાં મોત. શુક્રવારે બરેલીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો. જેમાં આશરે 31 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઉત્તર પ્રદેશમાં ક્યારે-કયારે મોટા રેલવે અકસ્માત સર્જાયા

પહેલી ઑક્ટોબર વર્ષ-2014માં ગોરખપુરમાં નંદાનગર ક્રોસિગ પર ટ્રેન અકસ્માત થયો હતો. લખનઉં-બરૌની અને કૃષક એક્સપ્રેસ સામસામે અથડાઈ આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા હતા.

  • 31 મે 2012 હાવડાથી દહેરાદૂન જતી એક્સપ્રેસ જૌનપુર પાસે રેલવે ટ્રેકથી ઉતરી ગઈ હતી, આ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા હતા.
  • 20 માર્ચ 2012 હાથરસમાં એક વેન માનવરહિત રેલવે ફાટક પાર કરતા ટ્રેનથી અથડાઈ જતા જેમાં 15 લોકોનાં મોત થયા હતા.
  •   7 જુલાઈ, 2011: એટાહમાં માનવરહિત રેલવે ક્રોસિંગ પર 80 મુસાફરોને લઈ જતી બસ ટ્રેન સાથે અથડાઈ. આ ઘટનામાં લગભગ 38 લોકોનાં મોત થયા હતા.
  • 16 જાન્યુઆરી 2010: ફિરોઝાબાદના ટુંડલા પાસે શ્રમ શક્તિ એક્સપ્રેસને કાલિંદી એક્સપ્રેસે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે.
  • સાતમી જુલાઈ 2011 એટામાં માનવ રહિત રેલવે ફાટક પર 80 પ્રવાસીને લઈ જતી બસ અને ટ્રેન અથડાઈ જતા આશરે 38 લોકોનાં મોત નિપજયા હતા.
  • 16 જાન્યુઆરી 2010 ફિરોઝાબાદમાં ટુંડલા પાસે શ્રમશક્તિ એક્સપ્રેસને કાંલિદી એકસપ્રેસે પાછળથી ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
  • 1 નવેમ્બર, 2009: ગોરખપુરથી અયોધ્યા જતી પેસેન્જર ટ્રેન નવાબગંજ અને ટિકરી હોલ્ટ સ્ટેશન વચ્ચે ચકરસુલપુર ગામ નજીક માનવરહિત રેલવે ક્રોસિંગ પર ટ્રક સાથે અથડાઈ. આ ઘટનામાં 14 લોકોનાં મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.


  •  21 ઓક્ટોબર 2009: ગોવા એક્સપ્રેસનું એન્જિન મથુરા પાસે મેવાડ એક્સપ્રેસની છેલ્લી બોગી સાથે અથડાયું. આ ઘટનામાં 22 લોકોનાં મોત થયા હતા, જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા.
  •  12 મે, 2002: નવી દિલ્હીથી પટણા જઈ રહેલી શ્રમજીવી એક્સપ્રેસ જૌનપુરમાં પાટા પરથી ઉતરી ગઈ. જેમાં 12 લોકોનાં મોત થયા હતા.
  •  4 જૂન, 2002: કાસગંજ એક્સપ્રેસ રેલવે ક્રોસિંગ પર બસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં 34 લોકોનાં મોત થયા હતા.
  • 31 મે 2001: યુપીમાં રેલવે ક્રોસિંગ પર ઉભેલી બસ સાથે ટ્રેન અથડાતાં 31 લોકોનાં મોત થયા હતા.


  • 16 જુલાઈ 1999: દિલ્હી જઈ રહેલી ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસ મથુરા પાસે માલગાડી સાથે અથડાઈ. આ ઘટનામાં 17 લોકોનાં મોત થયા હતા, જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા.
  •  18 એપ્રિલ 1997: ગોરખપુર ટ્રેન દુર્ઘટનામાં 60નાં મોત થયા હતા.
  • 18 એપ્રિલ 1996માં ગોરખપુર-ગોંડા પેસેન્જર ટ્રેન ડોમિનગઢ પાસે માલગાડી સાથે અથડાઈ જતા 60 લોકોનાં મોત થયા હતા.
  • 20 ઓગસ્ટ 1995 નવી દિલ્દી જઈ રહેલી પુરુષોત્તમ એક્સપ્રેસ ફિરોઝાબાદમાં કાલિંદી એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 250 લોકોનાં મોત થયા હતા જ્યારે 250 લોકો ઘા.લ થયા હતા.
  • 16 એપ્રિલ 1989 લલિતપુર પાસે કર્ણાટક એક્સપ્રેસ રેલવે ટ્રેકથી ઉતરી જતા 75 લોકોનાં મોત થયા હતા.
  • 13 જૂન 1985માં આગ્રામાં રેલવે અકસ્માતમાં 38 લોકોનાં મોત થયા હતા.
  •  27 જાન્યુઆરી 1982 માલગાડી અને એક્સપ્રેસ ટ્રેન વચ્ચે અથડામણ થતા 50 લોકોનાં મોત થયા હતા જ્યારે 50 ઘાયલ થયા હતા.

  

  • Follow us on: