UPSC CSE 2024નું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે. શક્તિ દુબેએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોપ કર્યું છે. આ પરિક્ષામાં ગુજરાતની હર્ષિતા શાહ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને આવ્યા છે. મહિલા ઉમેદવારોએ આ વખતે પણ બાજી મારી છે અને ટોપ-30માં 3 ગુજરાતી ઉમેદવારોનો સમાવેશ થાય છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. શક્તિ દુબે ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવીને દેશમાં ટોચનું સ્થાન મેળવશે. ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને રોલ નંબર અને નામ દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
આ નામો ટોપ 10માં સામેલ
શક્તિ દુબે
હર્ષિતા ગોયલ
ડોંગરે અર્ચિત પરાગ
શાહ માર્ગી ચિરાગ
આકાશ ગર્ગ
કોમલ પુનિયા
આયુષી બંસલ
રાજ કૃષ્ણ ઝા
આદિત્ય વિક્રમ અગ્રવાલ
મયંક ત્રિપાઠી
કુલ 1009 ઉમેદવારોએ યુપીએસસી પાસ કરી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2024 માં નિમણૂક માટે કુલ 1,009 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ ઉમેદવારોને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ A અને B) ના પદો પર નિયુક્ત કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોમાં વિવિધ શ્રેણીઓના ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય શ્રેણીના 335, આર્થિક રીતે નબળા વર્ગ (EWS), 109 અન્ય પછાત વર્ગ (OBC), 160 અનુસૂચિત જાતિ (SC) અને 87 અનુસૂચિત જનજાતિ (ST)નો સમાવેશ થાય છે.
દિવ્યાંગ શ્રેણીમાંથી 45 ઉમેદવારોની પસંદગી
આ વખતે, PwBD શ્રેણી હેઠળ કુલ 45 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 12 PwBD-1 (દૃષ્ટિહીન), 8 PwBD-2 (શ્રવણહીન), 16 PwBD-3 (ગતિશીલતા ક્ષતિ) અને 9 PwBD-5 (અન્ય વિકલાંગતા) છે. આ પરિણામ માત્ર એક સફળતાની વાર્તા નથી પણ વિવિધતા અને સમાવેશ તરફ એક સકારાત્મક સંકેત પણ છે. પસંદ થયેલા તમામ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દેશની સૌથી કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં બેસે છે, પરંતુ ફક્ત થોડા હજાર ઉમેદવારો જ પસંદ થાય છે. આ પરીક્ષા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય ગ્રુપ A અને B સેવાઓમાં પસંદગી માટે લેવામાં આવે છે.