ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્ય પોલીસ દળ માટે અનેક પદ પર ભરતીને લઇને જાહેરાત કરીછે. હવે આ ભરતીમાં અગ્નિવીરોને 20% અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય યોગી આદિત્યનાથે તેમની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટની બેઠક બાદ લીધો છે. નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ જણાવ્યુ હતુ કે આ નિર્ણય પાછળ અગ્નિપથ યોજના અંતર્ગત 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે.
આ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમામ શ્રેણી જેમકે સામાન્ય, એસસી, એસટી અને ઓબીસી પર લાગુ થશે
આ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમામ શ્રેણી જેમકે સામાન્ય, એસસી, એસટી અને ઓબીસી પર લાગુ થશે. જો કોઇ અગ્નિવીર એસસી શ્રેણીમાં આવે છે તો તેને અનામતનો લાભ મળશે. જો ઓબીસીથી આવે છે તો પણ અનામતનો લાભ મળશે, કોન્સ્ટેબલ પોલીસ, કોન્સ્ટેબલ પીએસી, ઘોડેસવાર પોલીસ અને ફાયરમેન જેવી શૃંખલાઓમાં ઉમેદવારી કરી શકાશેઆ તમામમાં અગ્નિવીરોને ઉંમરમાં મળશે 3 વર્ષની છૂટ
સિસ્ટમ અનુસાર ભરતીની પહેલી બેન્ચ 2026માં આવશે.
સિસ્ટમ અનુસાર ભરતીની પહેલી બેન્ચ 2026માં આવશે. કેટલાયે રાજ્યોમાં કેન્દ્રીય બળોને અગ્નિવીરોને અનામત આપવાની પહેલ કરવામાં આવી છે. હરિયાણા અને ઓડિશા જેવા રાજ્યોએ પૂર્વ અગ્નિવીરોને10 ટકા અનામતનો લાભ આપવાની રજૂઆત કરી છે. ઉત્તરપ્રદેશ મંત્રિમંડળે હવે 20 ટકા અનામતને મંજૂરી આપી દીધી છે.
સરકારે આ નિર્ણય ફક્ત તેમની સેવાઓને માન્યતાને નક્કી કરે છે. તે પોતાના સૈન્ય કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રને સમર્પિત યોગદાન આપી શકે.
રિઝર્વ કેટેગરીને પણ અનામત અપાશે
યુપી સરકારે પોલીસ દળમાં કોન્સ્ટેબલ પોલીસ, કોન્સ્ટેબલ પીએસી, ઘોડેસવાર પોલીસ અને ફાયરમેન જેવા પદ પર ભરતી કરાશે. 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીરોને અગ્નિપથ સ્કીમમાં ફાયદો થશે.
અગ્નિપથ યોજના શું છે?
કેન્દ્ર સરકારે 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. જેમા સેના, નૌસેના અને વાયુસેનામાં યુવાનોને 4 વર્ષમાટે અગ્નિવીર તરીકે ભરતી કરાશે. આ 4 વર્ષના કાર્યકાળમાં 6 મહિના ટ્રેનિંગ આપવામાં આવશે. 4 વર્ષ પૂરા થયા પછી અગ્નિવીરોના કામને મુલવીને તેમની કાર્યક્ષમતા અને મિરિટલિસ્ટને તૈયાર કરવામાં આવશે. જે મેરિટના આધારે 25% અગ્નિવીરોને સેનામાં હંગામી ધોરણે નોકરી મળશે અને બાકી 75% અગ્નિવીરોને નિવૃત્ત કરાશે. અનુમાન છે કે 1 લાખ અગ્નિવીરોની પહેલી બેચ 2026-27માં નિવૃત્ત થશે. આમાંથી 25,000ને સેનામાં કાયમી ભરતી કરાશે.