- ઉત્તરાખંડના અલમોડા LPG સિલિન્ડર લઈ જતી ટ્રક બેકાબૂ
- ટ્રક ચાલકે ટ્રકનો કાબૂ ગુમાવતા ખીણમાં ખાબક્યો
- ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં LPG સિલિન્ડર લઈ જતી ટ્રક કાબૂ બહાર જઈને ખીણમાં ખાબક્યો હતો. જેના કારણે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં સિલિન્ડર લઈને જઈ રહેલી ટ્રક કાબૂ બહાર જઈ નદીમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.













