• NDAના નેતાઓને મળ્યા પીએમ મોદી
  • રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન દેખાયા સાથે
  • ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કરી હતી મુલાકાત

દેશમાં ચૂંટણીનો માહોલ છે. ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયુ છે. બાકીના 3 તબક્કામાં ચૂંટણી થવાની છે. ત્યારે પીએમ મોદીએ આજે ​વારાણસીમાં ઉમેદવારી નોંધાવી છે. PM મોદીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ NDA ઘટકના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ખાસ વાત એ હતી કે એક સમયે બિહારમાં સાથે ચૂંટણી લડી ચૂકેલા અને બાદમાં પારિવારિક વિવાદ બાદ અલગ થઈ ગયેલા ચિરાગ પાસવાન અને પશુપતિ કુમાર પારસ એકસાથે જોવા મળ્યા હતા.

તમામ નેતાઓ પીએમને મળ્યા હતા

મહત્વનું છે કે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમના સહયોગીઓ સાથે મળ્યા હતા. પીએમ સાથે તમામ નેતાઓની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પશુપતિ કુમાર પારસ અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન પીએમ મોદીને એકસાથે મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓ એકબીજાની નજીક ઉભેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ બંને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને મળનારાઓમાં અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓ પણ સામેલ હતા. તેમાં દક્ષિણ ભારતના રાજ્યોથી લઈને ઉત્તર ભારત સુધીના ઘણા મોટા પ્રાદેશિક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.


  • Follow us on: