પશ્ચિમ બંગાળ રાજ્યની કોલકાતા હાઈકોર્ટમાં કેસની જરૂરી સુનાવણી દરમિયાન સોમવારે એટલે કે, 28 ઑક્ટોબરે જજે સુનાવણી શરૂ કરી કે યૂ-ટયૂબ પર લાઈવ સ્ટ્રીમ થયું. પરંતુ ત્યારે અચાનક જ અશ્વીલ વીડિયો ચાલવા લાગ્યો. સુનાવણી દરમ્યાન આવો આપત્તીજનક વીડિયો જોઈ ઘણા લોકો ચોંકી ગયા અને તાબડતોબ આ લાઈવ સુનાવણી બંધ કરાવવી પડી. હાઈકોર્ટની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમિંગમાં આ ભૂલ કઈ રીતે થઈ એ સઘન તપાસનો વિષય બન્યો છે.
વેકેશન છતાં સુનાવણી ચાલુ હતી
કોલકત્તા હાઈકોર્ટમાં અત્યારે દિવાળીઓના તહેવારની રજા છે. જો કે આમ છતાં આ વેકેશન બેન્ચમાં પણ કેસોની સુનાવણી ચાલી રહી છે. સોમવારે જસ્ટિસ શુભેન્દુ સામંતની કોર્ટમાં રૂમ નંબર-7માં આવી જ સુનાવણી ચાલી રહી હતી. ત્યારે અચાનક અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો હતો. સુનાવણી દરમિયાન આવો વાંધાજનક વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જેથી લાઈવ સ્ટ્રીમિંગ તાત્કાલિક બંધ કરવું પડવાની નોબત આવી હતી.
આઈટી સેલ દ્વારા કાર્યવાહી થશે
મળતી માહિતી અનુસાર, કોલકાતા હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે, જ્યારે સિસ્ટમ હેક થાય છે, ત્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. જોકે, નજીકના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. હાઈકોર્ટના કોઈ કર્મચારીની તરફથી કોઈ બેદરકારી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જ્યારે સુપ્રીમ કોર્ટની ચેનલ હેક કરવામાં આવી
ઉલ્લેખની છે કે, એક મહિના અગાઉ સુપ્રીમ કોર્ટનું યૂ-ટ્યૂબ પેજ હેક કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા. આરજી ટેક્સ કેસની સુનાવણીનો વીડિયો ઓફિશિયલ યૂ-ટ્યૂબ ચેનલ પરથી રાતોરાત ‘અદૃશ્ય’ થઈ ગયો. આ ઘટનામાં સુરક્ષાની મોટી ખામી બહાર આવી હતી. સુપ્રીમ કોર્ટની ચેનલ મળી શકી નથી. એક વીડિયો પર ક્લિક કરતાં બીજો વીડિયો ઓપન થયો. આ વખતે કોલકત્તા હાઈકોર્ટમાં પણ આવું જ થયું. આ અંગે સવાલો ઉઠી રહ્યા છે