વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભેટ તરીકે 12 વરસથી પશ્ચિમ બંગાળની ગુણવત્તાયુક્ત અને રસીલી કેરી મોકલે છે. જ્યારે મમતા પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તેમણે કેરી મોકલવાનું શરૂ કર્યું હતું અને આ પરંપરા ચાલુ રાખી છે.
માત્ર વડાપ્રધાન નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય મહાનુભાવો અને રાજકીય નેતાઓને પણ તેઓ બંગાળની કેરીની વિવિધ વેરાયટી મોકલાવે છે. જેમાં પ્રખ્યાત હિમસાગર, લક્ષ્મણ ભોગ અને માલદા કેરીનો સમાવેશ થાય છે. મમતા બેનર્જીએ PM મોદીને કેરી મોકલવાની 12 વર્ષ જૂની પરંપરા જાળવી છે. ૨૦૧૧માં જ્યારે મમતા પહેલીવાર બંગાળના મુખ્યમંત્રી બન્યા ત્યારથી કેરી ભેટમાં મોકલે છે. પશ્ચિમ બંગાળની માલદા જિલ્લાની કેરીઓ યુરોપના દેશોમાં મોટા પાયે નિકાસ પણ થાય છે. કેરીનું ફળ, રંગ અને સ્વાદ તેની વિશેષતા રહ્યા છે.
જાણો ભેટમાં આપતી કેરીની વિશેષતા :
હિમસાગર કેરી: પીળા નારંગી રંગની કેરીનું બીજું નામ કિશન ભોગ છે. મધ્યમ આકારનું આ ફળ મીઠું અને રસીલું હોય છે. સુગંધ પણ અનોખી અને રેષા રહિત હોય છે. 350 ગ્રામ સુધીનું આ ફળ હોય છે. તેમાં વિટામિન એ, સી, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે
લક્ષ્મણ ભોગ કેરી : માલદા જિલ્લામાં ઊગતી આ કેરીમાં ખાસ પ્રકારની મીઠાશ અને સુગંધ હોય છે. દેશમાં સૌથી વધુ ગુણવત્તાવાળી ગણાતી કેરીઓમાં લક્ષ્મણ ભોગનો સમાવેશ થાય છે. આમ દોઈ નામની મીઠાઇ બનાવવામાં પણ આ કેરીનો ઉપયોગ થાય છે. 2008 માં આ લક્ષ્મણ ભોગ પ્રકારની કેરીનને જીઆઈ ટેગ પણ મળ્યો છે.
માલદા કેરી: માલદા કેરી એક લોકપ્રિય કેરી છે. આ જાતનું ફળ મોટું અને ગોળ અને રેષા વિહોણું હોય છે. માલદા જિલ્લામાં આ કેરી ઉગાડવામાં આવતાં તેનું નામ માલદા કેરી પડ્યું છે. માલદા સિવાય બિહાર, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ તેનું ઉત્પાદન થાય છે.