ભારતના બંધારણમાં મિલકતના વિભાજન અથવા મિલકત અંગે ઘણા નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે. આજે અમે તમને જણાવીશું કે પુત્રવધૂનો તેના સાસુ અને સસરાની મિલકત પર કેટલો અધિકાર છે? શું પુત્રવધૂ તેના સાસુ અને સસરાની મિલકત પર દાવો કરી શકે છે?  આ એ મહિલાઓ માટે જરુરી છે. જેના લગ્ન બાદ પારિવારિક સંપત્તિમાં પોતાના અધિકારોને લઈ અસમંજસમાં રહેતી હોય છે. તો આજે અમે આ કનફ્યુઝન તમારું દુર કરીશું.


પરિવારોમાં હંમેશા હંમેશા સંપત્તિને લઈ વિવાદ સામે આવતા હોય છે. અને આ જ કારણ છે કે, ભારતીય બંધારણમાં આ અંગે કાયદા બનાવવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે પુત્રવધૂ તેના સાસુ અને સસરાની મિલકત પર હકનો દાવો કરી શકે છે? આનો જવાબ બહુ ઓછા લોકો જાણે છે.

શું પુત્રવધુ મિલકત પર દાવો કરી શકે?

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, જ્યાં સુધી વૈવાહિક સંબંધ ચાલુ રહે ત્યાં સુધી પુત્રવધૂ તેના સાસરિયાના ઘરમાં રહી શકે છે, પરંતુ તે કાયદેસર રીતે તેના સાસુ અને સસરાની અંગત મિલકતનો દાવો કરી શકતી નથી .તે જ સમયે, પુત્રવધૂ તેના પતિ દ્વારા તેના સાસુ-સસરાની મિલકત પર અધિકાર મેળવી શકે છે. જો સાસુ અને સસરા તેમની મિલકત તેમની પુત્રવધૂને તેમની ઇચ્છા મુજબ આપવા માંગતા હોય, તો તેઓ તેમ કરી શકે છે. જોકે, પુત્રવધૂ પોતાની ઇચ્છા મુજબ સાસરિયાઓની મિલકતનો દાવો કરી શકતી નથી.

અહીં એક મહત્વપૂર્ણ હકીકત જાણવી જરૂરી છે કે પુત્રવધૂને તેના સાસુ અને સસરાની સ્વ-કમાણી કરેલી મિલકત પર કોઈ સીધો કાનૂની અધિકાર નથી. પુત્રવધૂને આ મિલકતનો અધિકાર ફક્ત તેના પતિ દ્વારા જ મળી શકે છે. જો સાસુ અને સસરા તેમની મિલકત પુત્રવધૂને આપવા માંગતા હોય, તો તેઓ વસિયતનામા દ્વારા અધિકારો આપી શકે છે પરંતુ બળજબરીથી અધિકારો મેળવી શકતા નથી.

સાસુ-સસરાની પૈતૃક સંપત્તિમાં પણ પુત્રવધુને ત્યારે હક મળી શકે, જ્યારે પતિ પોતાની મિલકતનો હિસ્સો પુત્રવધૂને ટ્રાન્સફર કરે. અથવા પતિનું અવસાન થયું હોય અને તે કામ કરતો નથી વગેરે, તેથી સાચી માહિતી અને કાયદાની સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


  • Follow us on: