- ACથી કાળઝાળ ગરમીમાં મળે છે ઠંડક
- આજકાલ મોટાભાગના દરેક લોકો એસીનો કરે છે ઉપયોગ
- એસીમાંથી ઘણીવાર આવે છે દુર્ગંધ
ગરમીમાં ઠંડક મેળવવા હવે તો ઘરે ઘરે એસી જોવા મળી રહ્યા છે. એસી ઠંડી ઠંડી હવા આપે છે. ગરમીથી છૂટકારો મળે છે. પરંતુ ઘણીવાર એસીમાંથી એવી વાસ આવે છે કે જે અસહ્ય હોય છે. સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક હોય છે. એસીમાંથી આવુ દુર્ગંધ આવવાનું કારણ ઘણા હોઇ શકે છે. ત્યારે આવો જાણીએ એસીમાંથી કેમ વાસ આવે છે.
જ્યારે તમારા ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમે એસી ઓન કરો અને દુર્ગંધ આવે તો કેવુ નીચુ મો નાંખવાનો વારો આવે. આવી ગંદી વાસને કારણે ઘણીવાર શરમજનક સ્થિતિમાં મુકાવુ પડે છે. ત્યારે આવો જાણીએ કે એસીમાંથી દુર્ગંધ શેની આવે છે અને કેમ આવે છે.
એર કંડિશનરમાંથી દુર્ગંધ આવવાનું કારણ
- સમય જતાં એર કંડિશનરની અંદર ધૂળ ભેગી થવાને કારણે એસીની હવાને આ કણો અવરોધે છે. પરિણામે એસી શરૂ કરો ત્યારે દુર્ગંધ આવી શકે.
- વરસાદની મોસમ દરમિયાન ભેજવાળું વાતાવરણ હોય છે. હવામાં વધુ પડતા ભેજ હોવાને કારણે એર કંડિશનરની અંદરથી ખરાબ વાસ આવે છે.
- કેટલીકવાર એર કંડિશનરનો બ્લોઅર બહારની ગંધને અંદરથી ચૂસી લે છે. ઉદાહરણ તરીકે, ઘરની બહાર સ્થાપિત બ્લોઅર પાસેનો કચરો અથવા પડોશમાંથી આવતી અન્ય કોઈ ગંધ.
- એર કન્ડીશનરમાં ડ્રેનેજ નળી છે જે પાણીને બહાર કાઢે છે. જો આ નળી જૂતાની છાજલી, મોજાં અથવા ડાયપર બિન તરફ ખુલ્લી હોય, તો ACમાં દુર્ગંધ આવી શકે છે.
- AC કોઇલ અને ફિલ્ટર પર જમા થયેલી ધૂળ અને ભેજથી પણ દુર્ગંધ આવી શકે છે.
એર કંડિશનરમાંથી ગંધ દૂર કરવાની રીત
એર ફિલ્ટરને સાફ કરવાથી એર કંડિશનરમાંથી આવતી ખરાબ ગંધ દૂર થઈ શકે છે. ACનું એર ફિલ્ટર દર મહિને સાફ કરવું જોઈએ. તમે તેને પાણીથી ધોઈ શકો છો અથવા વેક્યુમ ક્લિનરથી સાફ કરી શકો છો. એર ફિલ્ટરને એસી કંપનીના યુઝર મેન્યુઅલ પ્રમાણે સાફ કરવું જોઈએ. એર ફિલ્ટરને સાફ કરતા પહેલા AC બંધ કરી દેવું અને પ્લગને સોકેટમાંથી બહાર કાઢવો જોઈએ.
એસી ઓટો ક્લીન મોડ
જો તમારા એર કંડિશનરમાં ઓટો ક્લીન મોડ છે, તો તમે તેનો ઉપયોગ ગંધ દૂર કરવા માટે પણ કરી શકો છો. તે ફિલ્ટરને આપમેળે સાફ કરે છે. આટલુ કર્યા પછી પણ જો દુર્ગંધ દૂર ન થાય તો સારા ટેક્નિશયનની મદદ લઇ શકો.