અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી દેશ પર તેમનું શાસન ચલાવ્યું. 15 ઓગ્સ્ટ 1947એ દેશને આઝાદી મળી. તે સિવાય સ્વતંત્રતા માટે સૈનિકોએ ઘણી લડાઈઓ લડી. આપણને ઘણી જગ્યાએ વાંચવા મળે છે આઝાદીની પહેલી લડાઈ 1857માં થઈ હતી. અને અમુક જગ્યાએ પહેલી લડાઈ 1817માં થઈ હતી તેવું જણાવામાં આવ્યું છે.
1817માં વર્તમાન ઓડિશા અંગ્રેજો વિરુદ્ધ પાઈકા વિદ્રોહ થયો હતો અને 1857માં બૈકલપુરની છાવણીમાં મંગલ પાંડેએ અંગ્રેજો સામે આઝાદી માટે લડત લડી હતી. આઝાદીની પહેલી લડત કયારે થઈ હતી આના વિશે આપણને ઘણું વાંચવા મળે છે. આઝાદીની છેલ્લી લડાઈ ક્યારે થઈ એ ઘણા લોકોને ખબર નહી હોય. જાણો કે આઝાદીની છેલ્લી લડત કયારે થઈ હતી.
ક્યારે થઈ આઝાદીની છેલ્લી લડત
એક રિપોર્ટ મુજબ, આઝાદીની છેલ્લી લડત 1946માં થઈ હતી. આ લડત રોયલ ઇન્ડિયન નેવીએ લડી હતી. કારણ કે સ્વતંત્રતા નહોતી મળતી તેમના બનાવેલા નિયમો પર ચાલવું પડતું હતું. અંગ્રેજ અધિકારીઓના વિરુદ્ધ સામૂહિક હડતાલની શરૂઆત કરી. આ હડતાલ 18 ફ્રેબૂઆરી 1946માં શરૂ કરવામાં આવી હતી.અને 23 ફ્રેબૂઆરી 1946 સુધી ચાલી હતી.
એક અઠવાડિયા સુધી મુંબઈ શહેર પૂરી રીતે અધાકારીઓની સાથે ઉભું હતું. પરંતુ તે આંદોલનમાં ભારતીય રાજનેતાઓ ઉભા રહ્યા નહોતા. અને તેના પરિણામે હડતાલને બળજબરીથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે આઝાદીની આ છેલ્લી લડતનો વધારે ઉલ્લેખ ઈતિહાસમાં નથી.
ક્યારે થઈ આ લડાઈની શરૂઆત
ઈન્ટરનેટમાં રહેલી માહિતી મુજબ, આ લડતની શરૂઆત 1 ફ્રેબુઆરી 1946થી થઈ હતી. તે સમયે રોયલ ઇન્ડિયન નેવી આર કે સિંહે રાજીનામું આપ્યું હતું. તે સમયે રોયલ ઇન્ડિયન નેવીમાં અક નિયમ હતો કે કોઈને પણ ગમે ત્યારે કાઢી શકે છે. તેમજ સેનામાંથી હટાવી શકે છે. એક નિયમ એવો પણ હતો કે તમે રાજીનામું પોતાની મરજીથી આપી નહિ શકો. આરકે સિંહે આ પગલું પોતાની મરજીથી ભર્યું હતું. જેનાથી આખા આંદોલનને હિમ્મત મળી હતી.