18 વર્ષ પછી IPL 2025ની ટ્રોફી જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હાલ તેની જીતનો જશ્ન મનાવે છે. જશ્ન સમયે એક મોટી ઘટના બની હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભીડમાં અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ હતી, જેનાથી બધી જગ્યાએ નાસભાગ મચી ગઈ હતી. ભીડ એટલી બેકાબૂ થઈ ગઈ કે એકબીજાને કચડવા લાગી.


મીડિયા રિપોર્ટ મુજબ આ નાસભાગમાં ઘણા લોકોને ઈજા થઈ છે. એક મહિલા સહિત સાત લોકોના મોત થયા છે. સેલિબ્રેશના ચક્કરમાં લોકોએ તેમના જીવ ગુમાવા પડ્યા છે. જાણો કે કયા કારણોથી નાસભાગ થાય છે. નાસભાગ લોકોના મોત પણ થાય છે. તમારે નાસભાગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

કયા કારણોથી થાય છે મોત

નાસભાગમાં સૌથી વધારે મોત શ્વાસ રુંધાવાથી થાય છે. તેમજ વધતી ભીડ અને તેના દબાણના કારણે થાય છે. જ્યારે બહુ બધા લોકો એકસાથે ભેગા થઈ જાય છે ત્યારે ત્યા હવાની કમી થાય છે અને શરીર પર દબાણ વધે છે. તેમજ ઘણા લોકો તો શ્વાસ પણ નથી લઈ શકતા તેવી પરિસ્થિતિ સર્જાય છે. જેના લીઘે લોકોના મોત થાય છે. નાસભાગમાં લોકો દોડવા લાગે છે અમુક વાર તો એકબીજાના ઉપર પડી જાય છે જેનાથી અમુક લોકો નીચે દબાય જાય છે, તેનાથી તેમને ગંભીર ઈજા થાય છે. કયારેક ભીડ વધુ વધી જવાથી લોકો નીચે દબાય જાય છે અને પછી તેમનું મોત થાય છે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

જો તમે કોઈ પણ ભીડવાળી જગ્યાએ જાઓ છો તો તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે હંમેશા પોતાની આજુબાજુની પરિસ્થિતિ કેવી છે તેનું ધ્યાન રાખવું જો તમને લાગે છે કે સ્થિતિ બેકાબૂ થશે તો તમારે ત્યાંથી નીકળી જવુ જોઈએ. ત્યાંથી નીકળવા માટે ભીડની દિશાને ધ્યાન રાખીને એવા રસ્તે જવું જ્યા ભીડ ના હોય. તેનાથી તમે પોતાને સુરક્ષિત બહાર કાઢી શકશો.

જો તમે ભીડવાળી જગ્યાએ જાઓ છો તો તમારે પહેલા તે જગ્યાનો ગેટ ક્યાં છે અને તે રસ્તો કેવો છે તે જોઈ લેવાનું જેનાથી ખ્યાલ રહેશે કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે નીકળવું. તેમજ ભીડવાળી જગ્યાએ અમૂક લોકો ફોન કાઢીને સેલ્ફી લેતા હોય છે અને વીડિયો બનાવતા હોય છે. આવું કરવાથી તેઓ ભીડમાં ફસાય શકે છે અને નીચે દબાય શકે છે અને ઈજા પણ થઈ શકે છે. તો ભીડવાળી જગ્યાએ જતા પહેલા આ બબાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.


  • Follow us on: