દેરકના જીવનમાં લગ્નનું ખાસ મહત્વ હોય છે. જ્યારે કોઈ લગ્ન કરે છે ત્યારે તે ધામધૂમથી કરે છે. ઘણા લોકો એવા છે જે લગ્ન માટે દેવું પણ કરી દેતા હોય છે. પ્રી-વેડિંગ, પોસ્ટ-વેડિંગ શૂટ કરાવું જેમા ખર્ચો થાય છે. સંબંધીઓ અને ફ્રેન્ડસ સામે પોતાનો રુતબો બતાવા લોકો ગમે તે કરી નાખે છે. પૈસાને પાણીની જેમ વાપરે છે. પણ શું તમને ખબર છે કે એક એવો દેશ છે જ્યા લગ્ન કરવા પર સરકાર 12 લાખ રૂપિયા આપે છે. આવું કેમ અને સરકાર કેમ પૈસા આપે છે અને તે કયો દેશ છે જાણો.
સાઉથ કોરિયામાં વસ્તીની એક મોટી સમસ્યા
સાઉથ કોરિયામાં ઘટતો બર્થ રેટ અને પોપ્યુલેશનની એક મોટી સમસ્યા છે. હવે સરકારે પોપ્યુલેશન વધારવા માટે એક નવો પ્લેન શરૂ કર્યો છે. લગ્ન કરવાવાળા કપલને સરકાર આપશે લાખો રૂપિયા. તેમજ ફક્ત લગ્ન કરવા પર જ નહી સરકાર લગ્ન પહેલા ડેટિંગ, સગાઈ અને હનીમૂનનો ખર્ચ પણ આપે છે. આ પ્લાનનો ફક્ત એક જ સિધ્ધાંત છે એ છે વસ્તીમાં થતો ઘટાડો. તેમજ યુવા પેઢીને લગ્ન માટે એટ્રેક્ટ કરવા.
કોણ કરે છે આ પ્રોગામનું આયોજન?
સાઉથ કોરિયાના બુસાનમાં એક સ્પેશલ મૈચમેકિંગ પ્રોગ્રામ કરવામાં આવે છે. જેમાં લગ્ન કરવાવાળા કપલને 12 લાખ રૂપિયાન આપવામાં આવે છે. ગયા વર્ષે આ પ્રોગ્રામમાં નવા કપલને 31 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દુનિયાના સાઉથ કોરિયામાં સૌથી ઓછો બર્થ રેટ છે. જણાવી દઈએ કે 2023માં તેમનો જન્મ દર 0.72 હતો જે 2024માં વધીને 0.75 થયો હતો. પરંતુ સરકારના મતે આ પણ ઓછો છે.
વસ્તી વધારવા માટે એક અલગ પ્રયત્ન
સાઉથ કોરિયા સરકારે પોપ્યુલેશન વધારવા માટે આ એક અનોખી સ્કિમ કાઢી છે. તેમજ તે આવી રીતે નવા-નવા પ્લાન લાવતી રહી છે. સરકારને એવી આશા રાખે છે કે પૈસા જોઈને કોઈ તો આ સ્કિમથી એટ્રેક્ટ થશે. તેમજ એક ગવર્મેન્ટ ઓફિસરે જણાવ્યું કે આ પ્લાન પોપ્યુલેશન પોલિસીનો ભાગ છે. આ પોલિસીનો સિધ્ધાંત ઘટતા બર્થ રેટને વધારવાનો છે.