કેરીના વિશે મશહૂર શાયર કહે છે કે, નામા ના કોઈ પ્યાર કો પેગામ ભેજિયે, ઈશ ફસ્લ મેં જો ભેજિયે વો બસ આમ હી ભેજિયે, એસા જરૂર હો કિ ઉન્હે રખ કે ખા શકુ, પુખ્તા અગર બીસ તો દસ આમ ભેજિયે. આ લાઈનો બતાવે છે તે ભારતીયો જ નહી પરંતુ ભારતના કેરીના પ્રેમી દુનિયાભરમાં છે. ભારતમાં કેરીની 1500થી વધુ વેરાયટી મળે છે. જાણો કે ભારત પાસે કયા દેશો કેરી ખરીદે છે.


દુનિયાભરમાં દર વર્ષે 20 મિલિયન ટનથી વધારે કેરીની ખેતી થાય છે.જેનો 40% ભાગ તો ફક્ત ભારત દેશનો જ છે. આ જ કારણ છે કે ભારત કેરીની ખેતીમાં સૌથી આગળ છે. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડના રિપોર્ટ મુજબ, ભારત પછી કેરીની ખેતીમાં બીજા નંબરે આવે છે ચીન પછી થાઈલેન્ડ, પાકિસ્તાન, મેક્સિકો, ફિલિપીન્સ, ઈન્ડોનેશિયા અને ઇજિપ્ત આવે છે.

ભારત પાસેથી 15,336 મીટ્રિક ટન કેરી ખરીદી

દુનિયાભરમાં ભારતીય કેરીની ડિમાન્ડ વધારે છે કારણ કે, ભારતમાં કેરીની વધારે વેરાયટી જોવા મળે છે. જાણો કે કયા કયા દેશ ભારત પાસેથી કેરી ખરીદે છે. ભારત પાસેથી કેરી ખરીદવાના મામલે ટોપ પર આવે છે યુનાઇટેડ આરબ અમીરાત દેશ. આ દેશ મુસ્લિમ દેશ છે જેને 2023-24માં ભારત પાસેથી 15,336 મીટ્રિક ટન કેરી ખરીદી હતી. ભારતીય કેરી અહીયા વધારે પસંદ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બ્રિટેન જે દરવર્ષે 4706 મીટ્રિક ટન કેરી ખરીદે છે. ત્યારબાદ નેપાળ, અમેરિકા, કુવૈત, ઓમાન, ભૂતાન અને છેલ્લે બહરીન પણ સામેલ છે.

દશેરી કેરીની છે વધારે ડિમાન્ડ

ભારતીય કેરીમાં સૌથી વધારે ડિમાન્ડ દશેરી કેરીની હોય છે. ત્યારબાદ અલ્ફાંઝો કેરીની અને કેસર કેરીનું નામ પણ સામેલ છે. આ કેરી ખાસ કરીને સ્વાદમાં, સુંગધ માટે જાણીતી છે. દશેરી કેરી આમ તો તેની મીઠાશના કારણે ઓળખાય છે. ઉતર ભારતમાં આ કેરીને વધારે પસંદ કરવામાં આવે છે. અલ્ફાંઝો અને કેસર કેરી પણ સારી હોય છે. વર્ષ 2021-22માં ભારતે 39 દેશોમાં કેરીનું વેચાણ કર્યું હતું.


  • Follow us on: