- વાયનાડમાં થયેલ ભૂસ્ખલનનું અરબ સાગરમાં વધતા તાપમાન સાથે શું સંબંઘ?
- 2019માં કેરળમાં આવેલા પૂર સમયે જોવા મળેલા વાદળો ભૂસ્ખલન સમયે પણ જોવા મળ્યા
- વાયનાડમાં થયેલ ભૂસ્ખલનના કારણે મોટા પ્રમાણમાં થયું જાનમાલનું નુકસાન
કેરળના વાયનાડમાં થયેલ ભૂસ્ખલનને કારણે ભારે તબાહી સર્જાઈ છે. પરંતુ શું તમે જાણો છો કે, વાયનાડ અને અરબ સાગરમાં વધતા તાપમાન વચ્ચે કનેક્શન છે અને તાપમાન વધવાને કારણે ધોધમાર વરસાદ કેમ વરસી રહ્યો છે. વાયનાડમાં થયેલ ભૂસ્ખલનને આખા દેશને હચમચાવી નાખો છે. મળતી માહિતી મુજબ વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુ આંક 173 પર પહોંચી ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે વાયનાડમાં ભૂસ્ખલન કેમ થયું અને તેનું અરબ સાગરના વધતા તાપમાન સાથે શું કનેક્શન છે. તો ચાલો જાણીએ કે, અરબ સાગરમાં વધતા તાપમાનના કારણે કેવી રીતે વાયનાડમાં ભૂસ્ખલન થયું છે.
વાયનાડમાં થયેલ ભૂસ્ખનના કારણે 173થી વધુ લોકોના મોત
કેરળના વાયનાડ જિલ્લમાં ભારે વરસાદના કારણે વિનાશકારી ભૂસ્ખલન થયું છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં 173 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિનાશકારી ભૂસ્ખલનના કારણે મકાનો અને રોડ-રસ્તાઓને ખુબ જ નુકસાન પહોંચ્યું છે. તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને નદીઓમાં પૂરની સ્થિતિ છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે, રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
અરબ સાગરના તાપમાનમાં થતો વધારો
કેરળના વાયનાડમાં થયેલ ભારે તબાહી બાદ એક વરિષ્ઠ જલવાયુ વૈજ્ઞાનિકે જણાવ્યું કે, અરબ સાગરમાં તાપમાન વધવાના કારણે ગાઢ વાદળો બની રહ્યા છે. જેના કારણે કેરળમાં થૌડા જ સમયમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભૂસ્ખલન થવાનું સંકટ વધી રહ્યું છે. વાયનાડમાં થયેલ ભૂસ્ખલનનું કારણ અરબ સાગરના તાપમાન વધારો થવાનું છે. આ વચ્ચે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ભૂસ્ખલન આગાહી વિભાગ અને જોખમનો સામનો કરી રહેલી ટીમ માટે સલામત આવાસ એકમોના નિર્માણ માટે આહવાન કર્યુ છે.
ભારે વરસાદના કારણે માટીના કણે-કણ છૂટા પડી ગયા
કોચીન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વાતાવરણીય રડાર સંશોધન અદ્યતન કેન્દ્રના નિર્દેશક એસ અભિલાષે કહ્યુ કે, સક્રિય ચોમાસાના કારણે ઓફશોર લો પ્રેશર વિસ્તાર વાયનાડ, કાલીકટ, કાસરગોડ, કન્નુર અને મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. જેના કારણે છેલ્લા બે અઠવાડિયામાં પુરા કોંકણ ક્ષેત્ર પ્રભાવિત થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, બે અઠવાડિયામાં વરસેલા વરસાદના કારણે માટીના કણે-કણ છુટા પડી ગયા છે.
વાયનાડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, અરબ સાગરના કિનારા પર એક ડીપ મેસોસ્કેલ ક્લાઉડ સિસ્ટમનું નિર્માણ થયું અને તેના કારણે વાયનાડ સહિત ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ થયો છે. આનું પરિણામ સ્વરૂપ ભૂસ્ખલન થયું છે. વૈજ્ઞાનિક અભિલાષે કહ્યું કે, વાદળો ખુબ જ કાળા દિબાંગ હતા. 2019માં કેરળમાં આવેલ પૂર દરમિયાન જોવા મળેલા વાદળો જેવા જ હતા. તેમણે વધુમાં કહ્યું કે, વૈજ્ઞાનિકોને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગાઢ વાદળો બનવાની માહિતી મળી છે. તેમણે વધુમાંકહ્યું કે, ક્યારેક-ક્યારેક આ સિસ્ટમો જમીનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને 2019માં પણ આવું જ થયું હતું, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું હતું.
અરબ સાગરમાં વધી રહેલા તાપમાનના કારણે ભૂસ્ખલન થયું
વૈજ્ઞાનિકોના મતે અરબી સમુદ્રમાં તાપમાનમાં વધારો થયા બાદ આકાશમાં ઘનઘોર વાદળો બની રહ્યા છે. જે બાદ ભારે વરસાદ થયો છે અને જાનમાલનું નુકસાન થયું છે. વૈજ્ઞાનિકોના મતે અરબી સમુદ્રમાં તાપમાનમાં વધારો ભારે વરસાદનું મુખ્ય કારણ છે.