ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે 2025 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં ભક્તિ ગાયક ભેરુ સિંહ ચૌહાણ, ભીમ સિંહ ભાવેશ, રમતવીર હરવિંદર સિંહ, ડૉ. નીરજા ભટલા અને કુવૈતના યોગ ટ્રેનર શેખા એજે અલ સબાહા જેવા નામોનો સમાવેશ થાય છે.


દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. આમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીના નામ પહેલા આવા નહોતા. આ પુરસ્કાર અન્ય નામોથી આપવામાં આવ્યો હતો.

1954 માં થઇ શરૂઆત 

પદ્મ પુરસ્કાર આપવાની પરંપરા ભારત રત્ન સાથે શરૂ થઈ હતી. દેશની આઝાદી પછી1954માં ભારત સરકારે ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કારો આપવાનો નિર્ણય લીધો. ત્યારથી આ પુરસ્કારો વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને અસાધારણ સેવા માટે આપવામાં આવે છે. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વ્યવસાય, ઉદ્યોગ, દવા, સાહિત્ય, રમતગમત વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય કરનારા વ્યક્તિઓને આપવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે, ત્યારબાદ માર્ચ-એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં વિજેતાઓને સન્માન આપવામાં આવે છે.

પહેલા પદ્મ પુરસ્કારોના નામ અલગ હતા 

1954માં જ્યારે ભારત રત્ન સાથે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી ત્યારે ફક્ત પદ્મ વિભૂષણ જ આપવામાં આવ્યા હતા. જેમાં ત્રણ શ્રેણીઓ હતી, જેમાં પ્રથમ વર્ગ, દ્વિતીય વર્ગ અને તૃતીય વર્ગનો સમાવેશ થતો હતો. જોકે આ નામ ફક્ત એક વર્ષ સુધી જ ટક્યું. 8 જાન્યુઆરી, 1955 ના રોજ રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં, આ પુરસ્કારોનું નામ બદલીને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી રાખવામાં આવ્યું.

શું બીજી વખત આપી શકાય પદ્મ પુરસ્કાર ? 

પદ્મ પુરસ્કારો એક જ વ્યક્તિને સતત બે કે ત્રણ વર્ષ સુધી આપી શકાતા નથી. આ માટે એક નિયમ છે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિને આ વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હોય, તો તેને પાંચ વર્ષ પછી જ પદ્મ ભૂષણ અથવા પદ્મ વિભૂષણથી સન્માનિત કરી શકાય છે. જોકે, ખાસ કિસ્સાઓમાં નિયમ બદલી પણ શકાય છે.


  • Follow us on: