• ચાર રસ્તા પરના ગ્રીન બોર્ડ પર દિશા, સ્થળનું નામ અને અંતરની માહિતિ આપે છે
  • રેલવે સ્ટેશનો પર પીળા રંગના સાઈન બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે
  • વાદળી રંગના સાઈન બોર્ડનો ઉપયોગ માહિતી અને સૂચનાઓ આપવા માટે થાય છે

જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે રસ્તાઓ પર સાઈન બોર્ડ જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બોર્ડને લીલા કેમ રાખવામાં આવે છે? તો જાણો તેની પાછળનું કારણ. સાથે એ પણ જાણો કે ત્યારે તેને અન્ય રંગો જેમકે બ્લૂ અને યલો કલરના ક્યારે રાખવામાં આવે છે. દરેક કલરના સાઈનબોર્ડની સાથે વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે. તો જાણો દરેક કલરના સાઈન બોર્ડનો મતલબ.

ગ્રીન સાઈન બોર્ડ શા માટે?

રસ્તાઓ પર લગાવેલા ગ્રીન બોર્ડ પર દિશા, સ્થળનું નામ અને અંતર વિશેની માહિતી આપવામાં આવે છે. આ સાઈન બોર્ડ નાના રસ્તાઓથી લઈને હાઈવે પર લગાવવામાં આવ્યા છે. આવા બોર્ડ મોટાભાગના ચાર રસ્તા પર લગાવાય થાય છે.

લીલા બોર્ડ પર સફેદ લખાણ જ શા માટે?

રસ્તાઓ પર લાગેલા લીલા સાઈન બોર્ડ પર સફેદ રંગમાં માહિતી લખવામાં આવે છે. આમાં તે સ્થળનું નામ, દિશા અને અંતર જણાવવામાં આવ્યું છે. લીલા રંગની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે લીલો રંગ દૂરથી સરળતાથી જોઈ શકાય છે, તેથી સાઈન બોર્ડ લીલા રંગમાં લગાવવામાં આવ્યા છે. લીલા સાઈન બોર્ડ રાત્રે પણ સરળતાથી જોઈ શકાય છે. આ સિવાય લીલો રંગ રાત્રે વાહનની લાઇટમાં સરળતાથી ચમકે છે અને જોવામાં સરળ છે. તેથી રસ્તા પર ચાલતા લોકો તેને સરળતાથી વાંચી શકે છે.

અન્ય રંગીન સાઈન બોર્ડ

જો કે એવું નથી કે રોડ પર માત્ર ગ્રીન સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. રસ્તાઓ પર લીલા ઉપરાંત વાદળી અને પીળા સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ થાય છે.

વાદળી સાઈન બોર્ડ ક્યારે?

વાદળી રંગના સાઈન બોર્ડનો ઉપયોગ માહિતી અને સૂચનાઓ આપવા માટે થાય છે. જેમ કે- સ્મારક ક્યાં છે, હોસ્પિટલ ક્યાં છે, પાર્કિંગ ક્યાં છે અથવા પોલીસ સ્ટેશન ક્યાં છે. વાદળી રંગના બોર્ડ પર સફેદ રંગમાં જાહેર સ્થળોની માહિતી આપવામાં આવી છે, પરંતુ તેમાં અંતરનો ઉલ્લેખ કરાતો નથી.

પીળા સાઈન બોર્ડ ક્યારે?

રેલવે સ્ટેશનો પર પીળા રંગના સાઈન બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પીળો રંગ દૂરથી પણ દેખાય છે અને તેથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. પીળા રંગના સાઈન બોર્ડ પર કાળા અક્ષરે નામ લખવામાં આવે છે જેથી ટ્રેનના લોકો પાયલોટ અને મુસાફરો દૂરથી સ્ટેશનનું નામ જોઈ શકે.

 

  • Follow us on: