• મોટાભાગના લોકો ફ્લાઇટ દ્વારા લાંબા અંતરની મુસાફરી કરવાનું પસંદ કરતાં હોય
  • 1983માં કેનેડાના ટોરોન્ટો શહેરથી પોર્ટુગલની રાજધાની લિસ્બન ઘટના બની હતી
  • ઉડતી ફ્લાઈટમાં ફ્યૂલ ખતમ થઈ જાય તો પાઈલટને ઈન્ડિકેટરની મદદથી તેની ખબર પડે

આજકાલ, મોટાભાગના લોકો ફ્લાઇટ દ્વારા લાંબા અંતરની મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો તમે પણ ફ્લાઈટમાં મુસાફરી કરી હોય તો તમે જોયું હશે કે ફ્લાઈટ ઉપડે તે પહેલા એરપોર્ટ પર ફ્યૂલ ભરાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્લાઈટમાં કેટલું ફ્યૂલ ભરાય છે અને આકાશમાં ફ્યૂલ ખતમ થઈ જાય તો પાઈલટ શું કરે છે. જરા વિચારો, જો ફ્લાઈટમાં ફ્યૂલ ખતમ થઈ જાય તો શું તેના કારણે પ્લેન ક્રેશ થશે? જાણો તેની પાછળ કઈ ટેક્નોલોજી કામ કરે છે.

ફ્લાઈટમાં ફ્યૂલ ખતમ થઈ જાય તો શું થાય?

કોઈપણ એરપોર્ટ પરથી ફ્લાઈટના ટેકઓફ સમયે તેમાં મોટી માત્રામાં ફ્યૂલ ભરવામાં આવે છે. જેથી ફ્લાઇટ તેના અંતરની મુસાફરી કરી શકે. ફ્લાઇટમાં વધુ પડતું ફ્યૂલ ભરવામાં આવતું નથી કારણ કે લેન્ડિંગ સમયે વધારાનું ફ્યૂલ દબાણને કારણે મોટી ઘટના બની શકે છે.

ઉડતી ફ્લાઈટમાં ફ્યૂલ ખતમ થઈ જાય તો શું કરવાનું ?

હવે સવાલ એ છે કે જો કોઈ કારણસર ફ્લાઈટમાં ફ્યૂલ ખતમ થઈ જાય તો તેમાં ફ્યૂલ કેવી રીતે ભરાય? તમને જણાવી દઈએ કે જ્યારે પણ હવામાં ઉડતા પ્લેનમાં પેટ્રોલ ખતમ થવા લાગે છે તો પાઈલટને ઈન્ડિકેટરની મદદથી તેની ખબર પડે છે. જે પછી પાઈલટ આ માહિતી કંટ્રોલ રૂમને મોકલે છે, કંટ્રોલ રૂમ ઝડપથી નજીકના વિસ્તારમાંથી ફ્યૂલથી ભરેલી બીજી ફ્લાઈટને આકાશમાં મોકલે છે. તે જ સમયે, જ્યારે ફ્યૂલથી ભરેલું વિમાન અગાઉના વિમાનની નજીક પહોંચે છે, ત્યારે બંને વિમાનો સમાન ગતિએ એકબીજાને સમાંતર ઉડે છે.

ફ્લાઇટમાં ફ્યૂલ સમાપ્ત થવાની ઘટના ક્યારે બની?

સામાન્ય રીતે ફ્લાઇટમાં આવું થતું નથી, કારણ કે પ્લેન ટેક ઓફ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. કારણ કે ભૂલથી પણ ફ્યૂલ પર ધ્યાન ન આપવાથી મોટી દુર્ઘટના થઈ શકે છે. પરંતુ ફ્યૂલ ખતમ થઈ જવાની એક મોટી ઘટના ઈતિહાસમાં નોંધાયેલી છે. તમને જણાવી દઈએ કે 1983માં કેનેડાના ટોરોન્ટો શહેરથી પોર્ટુગલની રાજધાની લિસ્બન માટે એક પ્લેને ઉડાન ભરી હતી. આ ફ્લાઈટનો નંબર 236 હતો. આ એરબસ A330 એરક્રાફ્ટ હતું. જેમાં રોલ્સ રોયસના બે પાવરફુલ એન્જિન લગાવવામાં આવ્યા હતા. આ પ્લેનમાં કેબિન ક્રૂ અને પાયલટ સહિત કુલ 306 લોકો હતા.

એટલાન્ટિક મહાસાગરથી બરાબર 39 હજાર ફૂટની ઉંચાઈએ, પાયલટને ખ્યાલ આવ્યો કે વિમાનમાં બળતણ સમાપ્ત થઈ રહ્યું છે, જેનો સંકેત તેની સામેની સ્ક્રીન પર દેખાઈ રહ્યો હતો. પરંતુ તેની પાછળનું કારણ તેને ખબર ન હતી. જો કે, બળતણ સમાપ્ત થયા પછી, ગંભીર સ્થિતિમાં પાઇલોટ્સે નજીકમાં આવેલા લાજેસ નામના ટાપુ પર બનેલું એક લશ્કરી એર પોર્ટ પર ઉતરાણ કરવાની યોજના બનાવી.

અનુભવી પાયલોટ કેપ્ટન રોબર્ટ પિચે પોતાની બુદ્ધિ વાપરીને પ્લેનને રનવે પર લેન્ડ કરાવ્યું. જો કે, ફ્યૂલ સમાપ્ત થવાને કારણે, પ્લેન રનવે પર અથડાયા બાદ બોલની જેમ ઉછળ્યું અને પછી નીચે આવી ગયું. સ્પીડ વધુ હોવાને કારણે તેના પૈડા ફાટી ગયા અને પ્લેનની બોડીમાં તિરાડ પડી ગઈ હતી. પરંતુ પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું અને બધા સુરક્ષિત રીતે ઉતર્યા, જોકે 16 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

ફ્લાઇટની ફ્યૂલ ટાંકી કેટલી મોટી હોય?

શું તમે જાણો છો કે ફ્લાઈટની ફ્યૂલની ટાંકી કેટલી મોટી હોય છે? તમને જણાવી દઈએ કે કોઈપણ ફ્લાઇટની ફ્યુઅલ ટેન્ક તેના કદ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, એરબસ A380 ની ફ્યૂલ ટાંકી 323,591 લિટર તેલ ધરાવે છે, બોઇંગ 747 182,000 લિટર તેલ ધરાવે છે. જ્યારે નાના જહાજોની ફ્યૂલ ટાંકીની ક્ષમતા 4000-5000 લિટર છે. આ સિવાય મિડિયમ એરક્રાફ્ટમાં 26000 થી 30000 લિટરની ફ્યૂલ ટાંકીની ક્ષમતા હોય છે.


  • Follow us on: