દુનિયાનો સૌથી ઉંચો બ્રિજ એટલે કે ચિનાબ રેલવે બ્રિજની ઘણી ચર્ચા થઈ રહી છે. આ બ્રિજનું ઉદ્ધઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ફકત બ્રિજ નથી, તે કશ્મીરને ભારત સાથે જાડવાનું એક મજબૂત ઐતિહાસિક પગલું છે. જો કે આ બ્રિજને લઈને અલગ અલગ પ્રકારના સવાલ થઈ રહ્યા છે.
ઘણા લોકો આ નામને લઈને મૂંઝવણમાં છે. તો જાણો કે દુનિયાના સૌથી ઊંચા બ્રિજનું નામ શેના પરથી રાખવામાં આવ્યું છે. અને ચિનાબનો શું મતલબ થાય છે. દુનિયાના સૌથી ઊંચા બ્રિજ એટલે કે ચિનાબ બ્રિજની શું ખાસિયતો છે?
ચિનાબ રેલવે બ્રિજની ખાસિયતો
ચિનાબ રેલ બ્રિજ, જે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે. તે 1,315 મીટર લાંબો સ્ટીલ કમાન બ્રિજ છે, જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. તે ભૂકંપ અને પવનની સ્થિતિનો સામનો કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ બ્રિજ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજની આયુષ્ય 120 વર્ષ સુધીનું છે અને તેના પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડી શકે છે.
ચિનાબ બ્રિજ રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા સુધીના ભૂકંપ અને 40 ટન TNT જેટલા વિસ્ફોટોનો સામનો કરી શકે છે. આ પુલની એક મોટી અસર જમ્મુ અને શ્રીનગર વચ્ચે કનેક્ટિવિટી વધારવાની રહેશે. બ્રિજ પર ચાલતી વંદે ભારત ટ્રેન દ્વારા, કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 3 કલાક લાગશે.
ચિનાબ નામ કેમ રાખવામાં આવ્યું?
દુનિયાનો સૌથી ઉંચો બ્રિજ ચિનાબ નદી ઉપર, 359 મીટરની ઊંચાઈ પર બનાવામાં આવ્યો છે. આની લંબાઈ 1,315 મીટર છે. આ જમ્મૂ-કશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ પ્રોજેકેટનો ભાગ છે. અને આ બ્રિજનું નામ ચિનાબ નદી પર થી રાખવામાં આવ્યું છે.
તમે વિચારી રહ્યા હશો કે ચિનાબનો શું મતલબ થાય છે?
ચિનાબનો મતલબ ચંદ્રભાગા નદી થાય છે જેનો અર્થ ચંદ્ર અને ભાગા એટલે નદીનો મેળાપ. તે સિવાય ચિનાબનો મતલબ ચંદ્રમા નદી, પંજાબની એક નદી અને મનૂ નદી પણ થાય છે. આ સિંધુ નદીની પાંચ મોટી નદીમાંથી એક છે. આ નદી લાહોરના ઊંચા હિમાલયથી શરૂ થાય છે અને જમ્મૂ-કશ્મીરના જંગલોમાંથી નીકળીને પાકિસ્તાનના મેદાનો સુધી પહોંચે છે. ચિનાબ નદીને પહેલા ચંદ્રભાગા પણ કહેવામાં આવતું હતું. ચિનાબનો કૈચમેંટ વિસ્તાર લગભગ 67,430 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જે ભારત અને પાકિસ્તાન બંનેમાં છે.