પ્રાચીન સમયથી લઈને આજ સુધી વાંચવલખવાની પદ્ધતિમાં ઘણા ફેરફારો આવ્યા છે. હાલ તો ડિજિટલ યુગ ચાલી રહ્યો છે. ત્યારે મોટી મોટી પુસ્તકો એક નાનકડી સ્ક્રીન પર ઉપલબ્ધ થઈ જાય છે. હવે તો પુસ્તકો વાંચવાની જરૂર નથી માત્ર ક્લિક કરો અને ઓડીબલ એટલે કે તમને આખી પુસ્તક વાંચીને સંભળાશે. ટેકનોલોજીના ઉપયોગની સાથે નુકશાન પણ છે જ. ગમે તેટલી ટેકનોલોજી આવે પરંતુ પુસ્તક હાથમાં લઈને જે વાંચનની મજા છે એ ના આવે. આ પુસ્તકો ચોરસ આકારમાં જ કેમ હોય છે? ત્રિકોણ કે ગોળ ના હોઇ શકે?
પુસ્તકો ચાર ખૂણા ધરાવતા આકારની જ હોવા પાછળના કેટલાક કારણો પર એક નજર..
વાંચનમાં સરળતા
પુસ્તકો હાલ જે આકારમાં છે તે આકારમાં તેણે વાંચનમાં સરળ બનાવે છે. વિચારો પુસ્તક ગોળ હોય તો તેને પકડી પાનું કેવી રીતે ફેરવશો? ત્યારે ચારખૂણાવાળો આકાર આઅ પ્રક્રિયાને સરળ બનાવે છે જેનાથી પુસ્તક વાંચવાવાળાને પણ પકડીને વાંચવામાં અને ખોલવા અને બંધ કરવામાં અનુરૂપ છે.
પુસ્તકો રાખવામાં અનુકૂળતા
વિચારો પુસ્તક ત્રિકોણ હોય તો તેને તમે કબાટમાં કેવી રીતે ગોઠવશો? ગોળ પુસ્તકો શેલ્ફમાંથી ગબડીને નીચે પડશે. આ કારણોસર પુસ્તક ચારખૂણાવાળી બનાવવામાં આવી છે. જેને તમે સરળતાથી એક ઉપર એક મૂકી શકો છો જેનાથી વધુ પુસ્તકોનો સંગ્રહ કરી શકાય છે. પુસ્તકના આ આકારને કારણે તેને શોધવામાં અને બધા પુસ્તકો વચ્ચેથી નિકાળવામાં આસાની રહે છે.
પુસ્તકોની બનાવટ સરળ અને સસ્તી
પુસ્તકોમાં વપરાતું કાગળ એક અલગ પ્રકારના વૃક્ષના લાકડામાંથી બને છે. ત્યારે વધતો જતો કાગળનો ઉપયોગ પર્યાવરણને નુકશાન ના પહોંચાડે તે માટે બને તેટલું ઓછું કાગળ વાપરવું જોઈએ. હવે ત્રિકોણ કે ગોળ પુસ્તકમાં તમે જ વિચારો કે એક પાનાં પર કેટલા વાક્યો સમાય? ત્રિકોણ કે ગોળ પુસ્તક માટે વધુ કાગળ અને સમયનો વેડફાટ થાય છે. આ કારણોસર ચારખૂણાવાળા આકારનું પુસ્તકની બનાવટ જ વધુ સરળ અને સસ્તું પડે છે.
ઇતિહાસ પણ એ વાતનું સાક્ષી છે કે પુસ્તકો ચારખૂણાવાળા જ હોવા જોઈએ. આપણા જૂના વેદો અને હસ્તપ્રતો પણ લંબચોરસ આકારના હતા જેમાં હાથથી લખવામાં આવતું હતું.